Kutch : અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ લોક દરબાર યોજી ભીડ એકત્રિત કરી, Video થયો વાયરલ

ભાજપના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ નલિયા ખાતે લોક દરબાર યોજ્યો હતો. લોક દરબારમાં મોટી સંખ્યામા લોકોની ભીડ જોવા મળી હતી.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 19, 2021 | 5:31 PM

Kutch : કોરોનાનો કહેર હજુ માંડ ઓસર્યો છે, ત્યાં ભાજપના એક ધારાસભ્યએ લોક દરબાર યોજીને, ભીડ એકત્રિત કર્યાનો વિડીયો વાયરલ થયો છે. એક બાજુ કોરોનાની સંભવિત ત્રીજી લહેર મુસીબત બની સૌને ડરાવી રહી છે ત્યાં આવા દ્રશ્યો, કોરોનાની સંભાવીત ત્રીજી લહેર માટે જરૂર કારણભૂત બની શકે છે. જુઓ વિડીયો.

કોરોનાની બીજી લહેર પાછળ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જવાબદાર છે, તેવું લોકો દ્વારા માનવમાં આવી રહ્યું છે. ચૂંટણી સમયે કરવામાં આવેલી જાહેર સભાઓ, રેલીઓ અને મેળાવડાઓમાં જમા થયેલી માનવ મેદનીઓ સુપર સ્પ્રેડર સાબિત થઈ હતી. તેવામાં ફરીવાર આવા રાજકીય કાર્યક્રમો યોજીને જાણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ લોક દરબાર યોજી ભીડ એકત્રિત કરી હતી. ભાજપના ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજાએ નલિયા ખાતે લોક દરબાર યોજ્યો હતો. ધારાસભ્યના લોક દરબારમાં મોટી સંખ્યામા લોકોની ભીડ જોવા મળી હતી. જે આ કાર્યક્રમનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો : Rahul Gandhi Birthday: રાજકારણમાં આવ્યા પહેલા જાણો રાહુલ ગાંધીનું કેવું હતું જીવન, ક્યાં કરી નોકરી ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">