કચ્છની આ ગુજરાતણે વિદેશીઓને લગાડ્યુ ગરબાનું ઘેલુ, ઈંગ્લેન્ડની ધરતી પર આપ્યું પર્ફોમન્સ

કચ્છની આ ગુજરાતણે વિદેશીઓને લગાડ્યુ ગરબાનું ઘેલુ, ઈંગ્લેન્ડની ધરતી પર આપ્યું પર્ફોમન્સ
પ્રીતિ વરસાણીએ વિદેશી ધરતી પર ગાયા ગરબા

આ સાથે અન્ય હોલિવુડ (Hollywood) કલાકારોમાં ડેનબરી બ્રિજરટન અને એલન ટીચમાર્શએ ગુજરાતી પહેરવેશ સાથે પાઘડી અંગે સંપૂર્ણ માહિતી મેળવી ખુબ જ પ્રસંશનીય એમનો પ્રતિભાવ આપ્યો હતો. આ ભારતીય પરફોર્મન્સ દરમ્યાન ભારતીય રાષ્ટ્રધ્વજ સ્ક્રીન પર પ્રકાશિત થયો હતો.

Jay Dave

| Edited By: Nidhi Bhatt

May 17, 2022 | 2:52 PM

રવિવારે રાત્રીના લંડન (London) પેલેસ પ્રિમાઈસિસ એરીયા વિન્ડસર કેસલ ખાતે મહારાણી એલિઝાબેથની ઉપસ્થિતિમાં ઢોલીડા ઢોલ રે વગાડ…ગરબો જ્યારે પ્રીતિ વરસાણીએ શરૂ કર્યો, ત્યારે તેમની સાથે 50 ખેલૈયા કલાકારો આ ગરબા સાથે ઝુમી ઉઠયા હતા. પ્રીતિનું પરફોર્મન્સ અને ટ્રેડિશનલ ડ્રેસ જોઈ હોલિવૂડના સુપરસ્ટાર ટોમ ક્રૂઝ ખુબ પ્રભાવિત થયા હતા. તેમણે પ્રીતિને કહ્યું કે “Beautiful performance and wow your outfit looks amazing and vibrant” આ રીત ના શબ્દો સાથે પ્રીતિ તરફ સ્નેહની લાગણી દર્શાવી હતી.

આ સાથે અન્ય હોલિવુડ કલાકારોમાં ડેનબરી બ્રિજરટન અને એલન ટીચમાર્શે ગુજરાતી પહેરવેશ સાથે પાઘડી અંગે સંપૂર્ણ માહિતી મેળવી ખુબ જ પ્રસંશનીય એમનો પ્રતિભાવ આપ્યો હતો. આ ભારતીય પરફોર્મન્સ દરમ્યાન ભારતીય રાષ્ટ્રધ્વજ સ્ક્રીન પર પ્રકાશિત થયો હતો.

લંડનમાં થઈ પ્લેટેનિયમ જ્યુબિલી વર્ષની ઉજવણી

ઉલ્લેખનીય છે કે લંડનના રાજવી પરીવારના મહારાણી એલિઝાબેથને બ્રિટેનની ગાદી સંભાળ્યાના 70 વર્ષ થઈ રહ્યા છે એ નિમિતે બ્રિટેન શાહી ખાનદાન પ્લેટેનિયમ જ્યુબિલી વર્ષ ઉજવવામાં આવ્યુ. આ પ્રસંગે ચાર દિવસના રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી, ત્યારે સમગ્ર ભારત અને ગુજરાત માટે ખાસ કરીને મહત્વના સમાચાર એ છે કે લંડન પેલેસ પ્રીમાઈસિસ એરીયામાં વિન્ડસર કેસલ ખાતે મુળ કચ્છ નારાણપર હાલ લંડનના સિંગર પ્રીતિ વરસાણી કે જેઓએ શાહી પરિવારના ખાસ મહેમાનો અને કુટુંબીજનો અને બ્રિટનની મહારાણી એલિઝાબેથની ઉપસ્થિતિમાં ગુજરાતી ગીત ” ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી સે ” ગુજરાતના ગરબાનું પરફોર્મન્સ આપ્યું.

અત્રે ખાસ નોંધનીય વાત એ છે કે ચાર દિવસ ચાલેલા આ પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં દુનિયાભરના ખ્યાતનામ એક હજાર કલાકારોની વચ્ચે મુળ ઈન્ડિયન હાલે લંડન એવા કચ્છની સિંગર પ્રીતિ વરસાણીની પસંદગી કરવામાં આવી છે અન્ય એક બોલીવુડ પ્લબેક સિંગર જાઝ ધામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શાહી પરીવાર તરફથી દુનિયાના ખ્યાતનામ ફેમસ લોકોને આ ઉજવણીમાં સામેલ કરવામાં આવ્યા છે.

છેલ્લા ઘણાં વર્ષોથી લંડનમાં ગુજરાતી કલ્ચર અને સંસ્કૃતિને લઈને યુવાનોમાં ઉદાસીનતા દેખાતી હતી તેવામાં પ્રીતિ વરસાણી , મ્યુઝીક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક અદાકારા મીરાં સલાટ આ ત્રણે જણાંએ 2016માં લંડન ખાતે ” રંગીલો ગુજરાત ” ના શીર્ષક તળે ગુજરાતમાંથી 60થી 65 ઉમદા કલાકારો લંડન બોલાવીને ત્યાં વસતા ગુજરાતી લોકોને પોતાની સંસ્કૃતિ અને કલાના દર્શન કરાવ્યા હતા.

ત્યારબાદ રેગ્યુલર નવરાત્રી તેમજ ” સૂર સંગમ ” સાથે રહીને અનેક સ્ટેજ પોગ્રમો અને વીડિયો આલ્બમ બનાવીને લંડનના ગુજરાતી સમાજના યંગ જનરેશનને કલા ક્ષેત્રે આગળ લાવવા સતત પ્રયત્નશીલ કાર્ય કરી રહ્યા છે, વિશેષ માં મીડિયા સાથે વાત કરતાં પ્રીતિ વરસાણી એ જણાવ્યું હતું કે ગુજરાતની કલાના વારસાને જાળવવાના સુંદર પ્રયાસોના ફળ સ્વરૂપે બ્રિટનશાહી પરીવાર તરફથી યોજાનાર આ કાર્યક્રમમાં પરફોર્મન્સ આપવા નિમંત્રણ આપવામાં આવેલ હતુ.

” ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે ” આ ગીતનું જે રીતે વિદેશી ઓર્કેસ્ટાના કલાકારો એ કમ્પોઝ કર્યું છે. ચાર દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં દેશ અને વિદેશોના અનેક નામી કલાકારો પોત પોતાના દેશની સાંસ્કૃતિક કલાના દર્શન કરાવ્યા , આ કાર્યક્રમના અંતિમ દિવસે રવિવારે દેશ અને દુનિયાની અનેક ચેનલોએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કર્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati