Kutch : નવ દરિયાઈ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરતી સાગર પરિક્રમાનો ગુજરાતથી થશે પ્રારંભ

Kutch : નવ દરિયાઈ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરતી સાગર પરિક્રમાનો ગુજરાતથી થશે પ્રારંભ
Gujarat Kutch Sea (File Image)

ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળનો મત્સ્યોદ્યોગ વિભાગ અને રાષ્ટ્રીય મત્સ્યોદ્યોગ વિકાસ બોર્ડ તેમજ મત્સ્યોદ્યોગ વિભાગ ગુજરાત સરકાર, ભારતીય કોસ્ટ ગાર્ડ, ફિશરીઝ સર્વે ઓફ ઈન્ડિયા, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને માછીમાર પ્રતિનિધિઓની સાથે 'સાગર પરિક્રમાની ઉજવણી કરશે જે 5મી માર્ચ 2022ના રોજ ગુજરાતના માંડવીથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતેથી યોજાશે

Jay Dave

| Edited By: kirit bantwa

Mar 07, 2022 | 11:32 AM

આઝાદી કા અમૃત મહોત્સવના(Azadi Ka Amrit Mahotsav) પરિપ્રેક્ષ્યમાં સાગર પરિક્રમા(Sagar Parikrma)  કાર્યક્રમનુ આયોજન કરાયુ છે. જેનો પ્રારંભ કચ્છના(Kutch)  માંડવીથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલા કરાવશે. ગુજરાતમાં 5મી માર્ચ 2022ના રોજ માંડવીથી સાગર પરિક્રમાનો પ્રારંભ થશે અને છઠ્ઠી માર્ચ 2022ના રોજ પોરબંદર ખાતે સમાપ્ત થશે જો કે ત્યાર બાદ 9 દરિયાઈ રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આજ પ્રકારે આ કાર્યક્રમ આયોજીત કરાશે. આપણા સમુદ્રો પ્રત્યે કૃતજ્ઞતાનાં ચિહ્ન તરીકે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, ખલાસીઓ અને માછીમારોને વંદન કરવા 75મા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે “સાગર પરિક્રમા” કાર્યક્રમનું આયોજન કરાયું છે. ‘સાગર પરિક્રમા’ નું પ્રથમ ચરણ ગુજરાતથી 5મી માર્ચ 2022થી 2 દિવસ માટે યોજાશે. ગુજરાતના આ પ્રથમ તબક્કા બાદ સાગર પરિક્રમા કાર્યક્રમ દીવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓથી નીચે પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા તમામ દરિયાકાંઠાનાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉજવવાની દરખાસ્ત છે.

ભારત સરકારની  મહત્વપૂર્ણ પહેલ

દરિયાકાંઠાના માછીમાર લોકોની સમસ્યાઓ જાણવા મળે એ માટે 75મા “આઝાદી કા અમૃત મહોત્સવ “ના ભાગ રૂપે આ સ્થળો અને જિલ્લાઓમાં માછીમારો, માછીમાર સમુદાયો અને હિતધારકો સાથે વાર્તાલાપ કાર્યક્રમ યોજાશે. આઝાદીનાં 75 વર્ષ અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી અને સ્મૃતિમાં ભારત સરકારની આ એક મહત્વપૂર્ણ પહેલ છે.

સાગર પરિક્રમાનો ઉદ્દેશ

મહાસાગરો એ વિશ્વની એકમાત્ર સૌથી મોટી ઇકોસિસ્ટમ છે, જે પૃથ્વીની સપાટીના લગભગ ત્રણ-ચતુર્થાંશ ભાગને આવરી લે છે, જે આબોહવા પરિવર્તન, વાણિજ્ય, સુરક્ષા અને આજીવિકા જેવા ઉભરતા જટિલ અને એકબીજા સાથે જોડાયેલા વિકાસના મુદ્દાઓ માટે વિશાળ ક્ષેત્ર પ્રદાન કરે છે. હિંદ મહાસાગર તેના દરિયાકાંઠાના રાજ્યોની અર્થવ્યવસ્થા, સુરક્ષા અને આજીવિકા માટે મહત્વપૂર્ણ છે. દેશમાં 8118 કિમીનો દરિયાકિનારો છે, જે 9 દરિયાઈ રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લે છે અને દરિયાકાંઠાના લાખો માછીમાર લોકોને આજીવિકા સહાય પૂરી પાડે છે. આત્મનિર્ભર ભારતની ભાવના તરીકે તમામ માછીમાર લોકો, માછીમારો અને સંબંધિત હિતધારકો સાથે એકતા દર્શાવતા દરિયાકાંઠાના પટ્ટામાં સમુદ્રમાં એક ઉત્ક્રાંતિ વિષયક પ્રવાસની કલ્પના કરવામાં આવી છે.

1214 કિમીની લંબાઇનો દરિયાકાંઠો

ગુજરાતમાં દરિયાઇ આધારિત ઇકોસિસ્ટમ અને વિકાસની તકોની વિશાળ વિવિધતા ધરાવતા દરિયાકાંઠાના 16 જિલ્લાઓને આવરી લેતો 1214 કિમીની લંબાઇનો દરિયાકાંઠો છે. માછીમાર લોકો, વિક્રેતાઓ અને ઉદ્યોગોનો મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં આર્થિક મૂલ્ય, ખાસ કરીને નિકાસમાં સીધો હિસ્સો છે. ત્યારે તેમના પ્રશ્ર્નો જાણવા અને સન્માન માટે આ કાર્યક્રમ આયોજીત થઇ રહ્યો છે.

માંડવીના શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતેથી યોજાશે

ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળનો મત્સ્યોદ્યોગ વિભાગ અને રાષ્ટ્રીય મત્સ્યોદ્યોગ વિકાસ બોર્ડ તેમજ મત્સ્યોદ્યોગ વિભાગ ગુજરાત સરકાર, ભારતીય કોસ્ટ ગાર્ડ, ફિશરીઝ સર્વે ઓફ ઈન્ડિયા, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને માછીમાર પ્રતિનિધિઓની સાથે ‘સાગર પરિક્રમાની ઉજવણી કરશે જે 5મી માર્ચ 2022ના રોજ ગુજરાતના માંડવીના શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતેથી યોજાશે

આ પણ  વાંચો : વડોદરા ફિલ્મ પ્રમોશન વિવાદ : શાહરૂખ ખાન માફી માંગી વળતર ચૂકવવા તૈયાર, હાઇકોર્ટે કૃત્યને બેદરકારીપૂર્વકનું ગણાવ્યું

આ પણ  વાંચો : Navsari : ચીખલીની બે વિદ્યાર્થિનીઓ યુક્રેનથી પરત ફરતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati