કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે માંડવી-અંજારમાં કમોસમી વરસાદ, ખેડૂતો ફરી ચિંતીત

કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે માંડવી-અંજારમાં કમોસમી વરસાદ, ખેડૂતો ફરી ચિંતીત
Kutch Unseasonal Rain

ચ્છના અનેક ગ્રામ્ય વિસ્તારોમા વરસાદ પડ્યો હતો. જેમા માંડવી તાલુકાના લુડવા,દસરડી અને દહિસરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેને પગલા રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા.

Jay Dave

| Edited By: Chandrakant Kanoja

Dec 27, 2021 | 6:22 PM

કચ્છમાં(Kutch) એક તરફ ઠંડીનુ જોર છે અને તે વચ્ચે ફરી એકવાર કચ્છમાં હવામાન વિભાગે(IMD) માવઠાની (Unseasonal Rain) આગાહી કરી છે. સૌરાષ્ટ્ સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ માવઠાને પગલે પવન સાથે હળવો વરસાદ પડશે તેવી આગાહી વચ્ચે આજ બપોરથી કચ્છમાં વાતાવરણ પલટાયુ હતું. કચ્છના અનેક ગ્રામ્ય વિસ્તારોમા વરસાદ પડ્યો હતો. જેમા માંડવી તાલુકાના લુડવા,દસરડી અને દહિસરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેને પગલા રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા.

જેમાં અંદાજીત અડધો કલાક જેટલો સમય સુધી વરસાદ આ વિસ્તારમાં પડતા વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ અંજારના ચાંદરોડા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો તો મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારમા પણ વવાર સહીત કચ્છના પ્રવેશદ્રાર એવા સામખીયાળી અને સુરજબારી વચ્ચે પણ અચાનક વરસાદ પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કચ્છના ડીઝાસ્ટ્રર વિભાગ દ્રારા ગઇકાલે જ આગાહીને પગલે તમામ APMCઅને જાહેરમા અનાજનો જથ્થો રાખતી મોટા બજારોને સચેત કરી તમામ જથ્થો સુરક્ષીત રાખવા તાકીદ કરી હતી.

ખેતીવાડી વિભાગ મારફતે પણ ખેડુતોને સચેત કરાયા હતા. આજે કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડક પ્રસરતા હજુ આગામી દિવસોમાં લોકો માટે મુશ્કેલી સર્જાય તેવુ લાગી રહ્યુ છે. કચ્છમા બપોર બાદ તમામ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતુ. તો બીજી તરફ ગત મહિનેજ માવઠાનો માર સહન કરનાર કચ્છના ખેડુતો વધુ વરસાદથી પાકમાં નુકશાન જવાની ચિંતા કરી રહ્યા છે. જો કે 5 દિવસની આગાહી દરમ્યાન કચ્છના વિવિધ વિસ્તારોમા છુટાછવાયા વરસાદની શક્યતા છે આજે માંડવીના અનેક ગામડાઓમા વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar : વાયબ્રન્ટ ગુજરાતને લઈ મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ, વિવિધ ક્ષેત્રે કુલ 16 MOU થયા

આ પણ વાંચો :  ગુજરાત સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સજ્જ : ઋષિકેશ પટેલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati