Kutch: પશ્ચિમ રેલ્વેએ તુણા પોર્ટથી ટ્રેન કનેકટીવીટી વધારી , રેલ્વે GMએ સુવિધાઓનુ નિરીક્ષણ કર્યુ

ગાંધીધામ અને તુણા પોર્ટ વચ્ચે ઇંટરલોકિંગ, શંટિંગ નેક ને ચાલુ કરવા, ગાંધીધામ યાર્ડમાં વધારાની લૂપ લાઈનોની જોગવાઈ, ગાંધીધામ-કંડલા પોર્ટ સેક્શન પર ગાંધીધામ અને શિરવા સ્ટેશનો વચ્ચે ગાંધીધામ કેબિનની જોગવાઈ સંબંધિત કામ કરવામાં આવ્યા છે.

Kutch: પશ્ચિમ રેલ્વેએ તુણા પોર્ટથી ટ્રેન કનેકટીવીટી વધારી ,  રેલ્વે GMએ સુવિધાઓનુ નિરીક્ષણ કર્યુ
Western Railway GM Visit Bhuj Railway Station
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 12, 2022 | 9:39 PM

પશ્ચિમ રેલ્વે ગુજરાતમાં(Gujarat) રેલ્વેના માળખાગત વિકાસમાં બૃહદ યોગદાન આપી રહી છે અને પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ગેજ પરિવર્તન, વિદ્યુતીકરણ, ડબલીંગ અને યાત્રી સુવિધાઓમાં વધારો કરવા સહિત અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડની સાથે-સાથે બંદરોની કનેક્ટિવિટીથી સંબંધિત કાર્યોને જબરજસ્ત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પશ્ચિમ રેલ્વેએ(Western Railway)તુણા બંદરની ગાંધીધામથી(Gandhidham)કનેક્ટિવિટીને વધુ સારી બનાવવા માટે અને ગાંધીધામ યાર્ડને રિમોડેલિંગ કરવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. આ કામને 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ સફળતાપુર્વક પૂર્ણ કરીને ચાલુ કરી દેવાયુ છે પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા અપાયેલી જાણકારી મુજબ ગાંધીધામ અને તુણા પોર્ટ વચ્ચે ઇંટરલોકિંગ, શંટિંગ નેક ને ચાલુ કરવા, ગાંધીધામ યાર્ડમાં વધારાની લૂપ લાઈનોની જોગવાઈ, ગાંધીધામ-કંડલા પોર્ટ સેક્શન પર ગાંધીધામ અને શિરવા સ્ટેશનો વચ્ચે ગાંધીધામ કેબિનની જોગવાઈ અને લેવલ ક્રોસિંગ નંબર 01 પર ઇંટરલોકિંગ જેવી કેટલીક પરિવહન સુવિધા અને સુરક્ષા સંબંધિત કામ કરવામાં આવ્યા છે.

આ અપગ્રેડેશનથી સુરક્ષામાં વૃદ્ધિની સાથે-સાથે તુણા પોર્ટ અને કંડલા પોર્ટથી માલ લોડિંગમાં વધારો થશે. આ અપગ્રેડેશન રેલવેના માલ લોડિંગ પરિવહનને ગતિ મળશે તેવી આશા છે.

પચ્છિમ રેલ્વેના GM એ સુવિદ્યાઓનુ નિરીક્ષણ કર્યુ

પશ્ચિમ રેલ્વે/મધ્ય રેલ્વેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ અમદાવાદ ડિવિઝન હસ્તકના ભુજ રેલ્વે સ્ટેશન પર આવેલ વિવિધ યાત્રી સેવાઓ અને કોચિંગ ડેપોનુ નિરીક્ષણ કર્યું. હતુ લાહોટીએ ભુજ સ્ટેશન પર વિવિધ યાત્રી સુવિધાઓ જેવી કે એસ્કેલેટર, લિફ્ટ, કોનકર્સ હોલ, વીઆઇપી લાઉન્જ, વેઇટિંગ હોલ, એસી વેઇટિંગ હોલ, લેડિઝ વેઇટિંગ હોલ, જેન્ટ્સ-લેડિઝ ટોઇલેટ તેમ જ દિવ્યાંગો માટેના ટોઇલેટ વગેરેનું નિરીક્ષણ કર્યું. હતુ ,

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

આ ઉપરાંત, એમણે કેટરિંગ સ્ટોલનું નિરીક્ષણ પણ કર્યું અને સ્ટોલ્સ પરથી બે બિલિંગ મશીનમાંથી બિલ કઢાવી તપાસ્યા હતા કોચિંગ ડેપો ભુજમાં લાહોટીએ તેની સંભાળ, સુરક્ષા અંગે કરવામાં આવેલ વિવિધ મહત્વની કામગીરીઓનું સુપરવિઝન કર્યું. હતુ જેમ કે, વોટર ફિલિંગ અરેન્જમેન્ટ સિસ્ટમ, એર બ્રેક ફ્લેક્સિબલ પાઇપ મોડિફિકેશન, ફીબા મોડિફિકેશન, ઇટીપી પ્લાન્ટ, એલએચબી કોચમાં સીબીસી લોકિંગ પિન વગેરે મોડિફિકેશન કામગીરીને પણ ઝીણવટભર્યુ નિહાળ્યુ હતુ.

પોર્ટ પર પરિવહન માટે સુવિદ્યા વધારાતા ઔદ્યોગીક પરિવહન ઝડપી બનશે

કચ્છમાં રેલ્વે સેવા વિસ્તરણ માટે ખુબ પ્રયત્નો થઇ રહ્યા છે. ખાસ કરીને ઓદ્યોગિક ગતિ લાવવા માટે તાજેતરમાં નલિયા-ભુજ બ્રોડગેજ સેવા દેસલપરથી શરૂ કરાઇ હતી ત્યારે હવે કચ્છના તુણા અને કંડલા પોર્ટ પર પરિવહન માટે સુવિદ્યા વધારાતા ઔદ્યોગીક પરિવહન ઝડપી બનશે તો ભુજ રેલ્વે સ્ટેશન પર GM ની મુલાકાત સમયે ડિવિઝનલ રેલવે મેનેજર તરુણ જૈન, વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,રવિન્દ્ર શ્રીવાસ્તવ, એઆરએમ આદિશ પઠાનિયા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છમાં રેલ્વે સેવા મજબુત કરવા મંથન કરાયુ હતુ.

આ પણ વાંચો : ડાંગ : નવા બની રહેલા ડેમોને લઇને સ્થાનિકોમાં ચિંતા, વાંસદા-ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં બેઠક યોજાઇ

આ પણ વાંચો : ગુજરાતમાં નીરવ મોદી કરતાં પણ મોટું કૌભાંડ સામે આવ્યું: SBIએ લગાવ્યો રૂ. 22842 કરોડની છેતરપિંડીનો આરોપ

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">