કચ્છ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, 4 એપ્રિલ સુધી યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય બંધ

અમદાવાદની IIM બાદ હવે કચ્છ યુનિવર્સિટી (Kutch university)માં કોરોના વાઈરસ (Corona Virus)નું સંક્રમણ ફેલાયું છે. કોરોના વાઈરસના વધુ 7 કેસ સામે આવતા યુનિવર્સિટી બંધ કરવાની ફરજ પડી છે.

| Updated on: Apr 02, 2021 | 10:46 PM

અમદાવાદની IIM બાદ હવે કચ્છ યુનિવર્સિટી (Kutch university)માં કોરોના વાઈરસ (Corona Virus)નું સંક્રમણ ફેલાયું છે. કોરોના વાઈરસના વધુ 7 કેસ સામે આવતા યુનિવર્સિટી બંધ કરવાની ફરજ પડી છે. કચ્છ યુનિવર્સિટીના 7 કર્મચારીઓ તેમજ પરિવારજનો મળી 15 વ્યક્તિ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક, પ્રોફેસરો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. 4 એપ્રિલ સુધી કચ્છ યુનિવર્સિટીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,640 નવા કેસ

જો રાજ્યમાં આજના કોરોના વાઈરસના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2,640 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ-રાજકોટ-સુરતમાં ત્રણ-ત્રણ અને વડોદરા તથા ભરૂચમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,12,748 થઈ છે. રાજ્યમાં કોરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એક્ટીવ કેસ વધીને 13,559 થયા છે. જેમાં 158 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13,401 લોકોની સારવાર ચાલી રહી છે.

રસીકરણ બન્યું ઝડપી

રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે કુલ 4,40,346 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 57,75,904 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 7,30,124 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજ બીજો દિવસ છે. રાજ્યમાં આજે 45થી 60 વર્ષના કુલ 3,51,802 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 29,137 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 65,06,028 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર મુસાફરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાશે, રિપોર્ટ નેગેટિવ આવે તો જ ગુજરાતમાં પ્રવેશ

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">