Kutch : વગદારને છાવર્યા, લોકગાયિકા Geeta Rabari ના ઘરે જઈને રસી આપનાર મહિલા કર્મચારીની કરાઈ બદલી

Geeta Rabari Vaccine Controversy : ઘરે રસી લેવાના વિવાદમાં, કચ્છ જિલ્લાના મહિલા આરોગ્ય અધિકારી ચંદ્રીકાબહેન વાઘેલાની માધાપરથી દેશલપર વાંઢય ખાતે બદલી કરી દઈને સમગ્ર પ્રકરણ ઉપર હાલ તો પરદો પાડવાનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ કરવામા આવ્યો છે.

Kutch : વગદારને છાવર્યા, લોકગાયિકા Geeta Rabari ના ઘરે જઈને રસી આપનાર મહિલા કર્મચારીની કરાઈ બદલી
લોકગાયિકા Geeta Rabari ના ઘરે જઈને કોરોનાની રસી આપનાર મહિલા કર્મચારીની બદલી
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 12:34 PM

લોકગાયિકા ગીતા રબારીને ( Geeta Rabari ) ઘરે જઈને કોરોનાની રસી આપવાના વિવાદમાં, મહિલા કર્મચારીની બદલી કરી દેવાઈ છે. ગુજરાતમાં ચાલતા રસીકરણના કાર્યક્રમમાં લોકોએ  સરકારી તંત્રે નક્કી કરેલા રસી કેન્દ્ર ઉપર જઈને રસી લેવાની હોય છે. પરંતુ લોકગાઈકા ગીતા રબારીએ પોતાના ઘરે રસી લીધી હતી. કોરોનાની રસી લીધાનો ફોટા ગીતા રબારીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેને લઈને ભારે વિવાદ થતા. આખરે જિલ્લા વિકાસ અધિકારીએ, કારણદર્શક નોટીસ પાઠવીને સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા હતા.

ઘરે રસી લેવાના વિવાદમાં, કચ્છ જિલ્લાના મહિલા આરોગ્ય અધિકારી ચંદ્રીકાબહેન વાઘેલાની માધાપરથી દેશલપર વાંઢય ખાતે બદલી કરી દઈને સમગ્ર પ્રકરણ ઉપર હાલ તો પરદો પાડવાનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ કરવામા આવ્યો છે. જો કે હજુ આ પ્રકરણમાં જિલ્લા વહીવટીતંત્ર, મહિલા આરોગ્ય કર્મચારીની બદલીથી જ સંતોષ માને છે કે, વધુ કોઈ પગલા ભરે છે તે જોવુ રહેશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોક ગાયિકા (folk singer) ને ઘરે જઈ રસી આપતા વિવાદ સર્જાયો હતો. જેને લઈ કચ્છના જિલ્લા વિકાસ અધિકારી ( DDO ) એ આરોગ્ય વિભાગના કર્મચારીને કારણ દર્શાવો નોટિસ પણ ફટકારી હતી. નોટીસમાં આરોગ્ય કર્મચારીએ, લોક ગાયિકા ગીતા રબારીના ઘરે જઈને, કોરોનાની રસી કેમ આપવામાં આવી તે અંગે જરૂરી ખુલાસો માગવામાં આવ્યોહતો.

હાલ ગુજરાતમાંલોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વેક્સિન સેન્ટર પણ ઘક્કા પણ ખાય છે. તો બીજી બાજુ લોક ગાયિકાને ઘરે જઈ રસી (Vaccine)આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. કચ્છના DDOએ આરોગ્ય કર્મચારીને ખુલાસો માગતી નોટિસ પણ ફટકારી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">