KUTCH : ભૂજના કુનરીયા ગામે અનોખી બાળ પંચાયત ચૂંટણી યોજાઈ, બાળા ઉમેદવારો ચૂંટણી લડી, 250 થી વધુ બાળાઓએ કર્યું મતદાન

Balika Panchayat Kunariya Election 2021 : આ બાળ પંચાયત ચૂંટણીમાં નવા ચૂંટાયેલા પ્રતિનિધીઓ પાસે ભવિષ્યમાં કામોની અપેક્ષાઓ પણ વ્યક્ત કરી હતી. નાની વયે જ આવી પ્રવૃતિ અને જવાબદારીથી સમાજમાં બદલાવના ભાવ સાથે થયેલી આ પ્રક્રિયા ભવિષ્યમાં ઉપયોગ સાબિત થશે તેવુ બાળાઓનું માનવુ છે.

KUTCH : ભૂજના કુનરીયા ગામે અનોખી બાળ પંચાયત ચૂંટણી યોજાઈ,  બાળા ઉમેદવારો ચૂંટણી લડી, 250 થી વધુ બાળાઓએ કર્યું મતદાન
Kutch To boost interest in politics,' Bal Panchayat Chutni' Bhuj's organized at Kunariya village
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jul 20, 2021 | 8:12 AM

KUTCH : પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી સ્ત્રીઓને પ્રતિનિધત્વ તો મળ્યુ છે. પરંતુ હજુ જોઇએ એટલી સ્ત્રીઓ સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશતી નથી. જો કે પંચાયતી ક્ષેત્રમાં આત્મનિર્ભર રીતે યુવતિઓ આગળ આવે તે માટે ભૂજ (Bhuj) તાલુકાના કુનરીયા ગામે (Kunariya village) અનોખી પહેલ કરી છે અને બાલ પંચાયત ચૂંટણી (Balika Panchayat Kunariya Election 2021) નું આયોજન કરી નાની વયે જ ચૂંટણી પ્રક્રિયાથી લઇ તેના પ્રતિનિધિત્વની જવાબદારી યુવતીઓ સમજે તેવુ આયોજન કર્યુ છે.

250થી વધુ બાળ મતદારોએ કર્યું મતદાન  ભૂજ તાલુકાના કુનરીયા ગામે (Kunariya village) બાળ વયે જ કિશોરી અને યુવતીઓમાં પંચાયતી શાસનના ગુણો વિકસે, મોટી વયે સક્રિય પંચાયતી શાસનમાં યુવતીઓ આગળ આવે અને બાળ પંચાયત થકી ચૂંટણી પ્રક્રિયાથી લઇ નિર્ણય શક્તિ સુધીના ગુણો વિકસે તે માટે બાલ ચૂટણીનું આયોજન કર્યું હતુ. જેમાં 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી અને 250થી વધુ બાળાઓએ મતદાનનો ઉપયોગ કરી સંપૂર્ણ પ્રક્રિયા જાણી હતી.

આ બાળ પંચાયત ચૂંટણી (Balika Panchayat Kunariya Election 2021)  માં નવા ચૂંટાયેલા પ્રતિનિધીઓ પાસે ભવિષ્યમાં કામોની અપેક્ષાઓ પણ વ્યક્ત કરી હતી. નાની વયે જ આવી પ્રવૃતિ અને જવાબદારીથી સમાજમાં બદલાવના ભાવ સાથે થયેલી આ પ્રક્રિયા ભવિષ્યમાં ઉપયોગ સાબિત થશે તેવુ બાળાઓનું માનવુ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કુનરીયાના સરપંચને ક્યાંથી મળી પ્રેરણા ? કુનરીયાના સરપંચ સુરેશ છાંગા (SURESH CHHANGA)એ ફિલીપાઇન્સના સાગુંનીયાન કબ્બતાન યુથ કાઉન્સિલની વાત જાણ્યા બાદ તેઓએ સક્રિય રીતે સરકારની મદદથી આ બાળ પંચાયત પ્રક્રિયા હાથ ધરી હતી. જેના માટે મતદાન સહિત પ્રચાર ચૂંટણી એજન્ડા તમામ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પંચાયતી રાજમાં 50 ટકા ટકા મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનો અનુભવ ઉપયોગી થશે. કિશોરીઓનો વહિવટી પ્રક્રિયામાં પ્રવેશથી ચોક્કસ વિષયો પર ધ્યાન પડશે. જેમ કે આરોગ્ય શિક્ષણ, પોષણક્ષમ આહાર ઇત્યાદિ કામગીરી, કિશોરીઓના જન જાગૃતિના કાર્યક્રમ, કિશોરીઓ માટે રમત ગમત કાર્યક્રમ, કિશોરીઓના પોષક આહાર અને કૌશલ્યવર્ધન તાલીમ અપાશે અને કિશોરીઓ માટે પ્રેરણા પ્રવાસ કરાશે.

કુનરીયા ગામે કરેલ પ્રયાસ સરાહનીય કુનરીયા ગામ (Kunariya village) ના ઘણા પ્રશ્નો સદંર્ભે મહિલાઓ તેમની રજૂઆત કે સમસ્યાઓ મુદ્દે આગળ આવતી નથી. પરંતુ બાલિકાઓ દ્રારા અને બાલિકાઓ દ્રારા જ રચાયેલી પંચાયત સમિતીમાં તમામ પ્રશ્નોની મુક્ત મને ચર્ચા થાય અને સામાજીક દુષણો સાથે ભવિષ્યમાં સક્રિય રીતે સ્ત્રીઓ પંચાયતી રાજમાં આગળ રહી સારી કામગીરી કરી શકે તે માટે કુનરીયા ગામે કરેલ પ્રયાસ સરાહનીય છે અને તેનું અનુકરણ ભવિષ્યમાં ફાયદારૂપ છે. જુઓ બાળ પંચાયત ચૂંટણીના આ સમાચાર –

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">