Kutch: અધુરા મહિને ઓછા વજન અને નબળા ફેફસા સાથે જન્મેલા ત્રણ બાળકોને મળ્યુ નવજીવન

કુકમાં ગામના લાછીબેનના કૂખે જન્મેલા આ ત્રણ બાળકોમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. ત્રણેયને સતત 7 દિવસ સુધી સી.પેપ ઉપર રાખ્યા પછી સુધારો જણાતા સાદા ઓક્સિજન (oxygen) ઉપર મૂકી સારવાર આપવાનું શરૂ કર્યું હતું.

Kutch: અધુરા મહિને ઓછા વજન અને નબળા ફેફસા સાથે જન્મેલા ત્રણ બાળકોને મળ્યુ નવજીવન
ત્રણ બાળકોને મળ્યું નવજીવન
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: May 27, 2022 | 8:03 PM

કચ્છની અદાણી (Adani) દ્વારા સંચાલીત હોસ્પિટલમાં 3 બાળકોને નવજીવન મળ્યુ છે. અધૂરા મહિને ઓછા વજન અને નબળા ફેફસા સાથે માતાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો જેને એક પડકારરૂપે લઇ ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી અને એક સપ્તાહ સુધી યોગ્ય સારવાર પછી બાળકોને દૂધ લેતા કરીને માતાને સુપ્રત કર્યા છે. અદાણી સંચાલીત જી.કે. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબ ડો. ઋષિ ઠક્કર એ જણાવ્યુ હતુ કે 32 અઠવાડિયે અધૂરા મહિને જન્મેલા ત્રણ બાળકોનું વજન સામાન્ય કરતાં સરેરાશ 1 કી.ગ્રા. ઓછું હતું. આ સાથે, ફેફસાં અત્યંત અલ્પ વિકસિત હોવાથી પરિસ્થિત વિકટ બની ગઈ હતી.

બાળકો સ્વસ્થ થયા બાદ પરીવારને સોપવામાં આવ્યા

બાળરોગ વિભાગના હેડ ડો. રેખાબેન થડાનીના માર્ગદર્શન હેઠળ ત્રણેય નવજાતને નાના મશીન (સી.પેપ) ઉપર રાખાયા સાથે જરૂર પડી ત્યા શિશુને મોંઘી કિંમતના સર્ફકટન્ટ ઈંજેકશન આપવાનું શરૂ કર્યું. જેની અસર દેખાઇ અને બાળકો સ્વસ્થ બન્યા. કુકમાં ગામના લાછીબેનના કૂખે જન્મેલા આ ત્રણ બાળકો જેમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. ત્રણેયને સતત 7 દિવસ સુધી સી.પેપ ઉપર રાખ્યા પછી સુધારો જણાતા સાદા ઓક્સિજન ઉપર મૂકી સારવાર આપવાનું શરૂ કર્યું. આ સારવાર કારગર સાબિત થઈ. ત્યારબાદ નળી વાટે દૂધ આપવાનું શરૂ કરાયુ અને છેવટે ચમચીથી શિશુઓએ દૂધ લેવાનું શરૂ કરતાં બાળકો ભયમુકત બન્યા પછી જ માતાને સુપરત કરવામાં આવ્યા.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

સમયસર સારવારથી મળ્યુ નવજીવન

યોગ્ય સારવારથી બાળકોને જીવતદાન મળતા પરિવારમાં ખુશી ફેલાઇ હતી. કચ્છની અદાણી સંચાલીત હોસ્પિટલ અને ખાસ તો બાળ વિભાગ અગાઉ અયોગ્ય સારવારથી બાળકોના મોત મુદ્દે ચર્ચામાં રહ્યો છે. પરંતુ એજ હોસ્પિટલમાં 3 બાળકોને નવજીવન મળ્યુ છે. આ સારવાર દરમ્યાન ડોક્ટર કરણ પટેલ પણ જોડાયા હતા. એક સાથે 3 બાળકોનો જન્મ થયો હોય તેવી ઘટના તો અનેકવાર અને ઘણી જગ્યાએ બની હશે, પરંતુ આવી સ્થિતીમા જન્મેલા બાળકોના કિસ્સામા સામાન્ય સંજોગોમા 1 બાળકનુ મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. પરંતુ જી. કે. જનલોકપાલ હોસ્પિટલના ડોક્ટરોએ સમયસરની સારવાર આપી 3 બાળકોને નવજીવન આપ્યુ હતું.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">