Kutch : છોકરાની ફી ભરવા હત્યા સાથે કરી હતી લુંટ ! વડાલા ગામે જૈન આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો

Kutch : છોકરાની ફી ભરવા હત્યા સાથે કરી હતી લુંટ ! વડાલા ગામે જૈન આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો
કચ્છમાં હત્યાનો ભેદ ઉકેલાયો

તપાસ દરમિયાન મૃતકના (Kutch News) પત્ની દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, બનાવ સમયે શરીરે સોનાનો બ્રેસલેટ (પોંચી) વજન અંદાજિત 3 તોલા 1,20,000 રૂપિયાની કિંમતની તથા  હાસબાઇ માતાજીના ફોટા સાથેના લોકેટ વાળો અંદાજીત 4 તોલાનો 1,60,000 રૂપિયાની કિંમતનો સોનાનો ચેઇન પહેરલો હતો જેથી લુંટની દિશામાં પણ પોલિસે તપાસ શરૂ કરી હતી.

Jay Dave

| Edited By: Bipin Prajapati

May 22, 2022 | 7:08 AM

કચ્છમાં ગત 26મી એપ્રિલે કરાયેલ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. કચ્છ પોલીસની પુછપરછમાં આરોપી હત્યારાએ કબુલ્યુ હતુ કે હત્યા અને લૂંટ તેણે જ કરી છે. પોતાના દિકરા માટે ફિ ભરવા રૂપિયાની તાતી જરૂર હોવાથી આધેડની હત્યા કરીને મૃતકે પહેરેલા સોનાના દાગીનાની લૂટ કરી હતી. વડાલા ગામે 26 એપ્રિલ 2022ના રોજ જૈન આધેડ મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ માવજીભાઇની કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા કોઇ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી શરીરે ગંભીર ઘા મારી હત્યા (Murder Case) કરી દેવાયેલી આ બાબતે મૃતકના સાઢુભાઇ મુકેશભાઇ મુળજીભાઇ છેડાએ ફરીયાદ નોંધાવતા હત્યાનો ગુન્હો નોંધી પોલિસે તપાસ કરી શરૂ કરી હતી. જેમાં આજે ગામના જ એક યુવાનની સંડોવણી 25 દિવસ બાદ તપાસમાં ખુલ્લી છે. જેથી પોલિસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મૃતકના પત્ની દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, બનાવ સમયે શરીરે સોનાનો બ્રેસલેટ (પોંચી) વજન અંદાજિત 3 તોલા 1,20,000 રૂપિયાની કિંમતની તથા  હાસબાઇ માતાજીના ફોટા સાથેના લોકેટ વાળો અંદાજીત 4 તોલાનો 1,60,000 રૂપિયાની કિંમતનો સોનાનો ચેઇન પહેરલો હતો. જેથી લુંટની દિશામાં પણ પોલિસે તપાસ શરૂ કરી હતી.

ગોલ્ડલોનની તપાસમાં હત્યાની કડી મળી

મુન્દ્રા મરીન પોલિસ મથકના પી.આઇ જી વી વાણીયાને બાતમી મળેલી કે, હત્યામાં શંકાસ્પદ એવા વાલા નાગશી ગઢવીએ તારીખ 26 એપ્રિલ 2022 ના રોજ લુંટમાં ગયેલ સોનાનો બ્રેસલેટ (પોચી) ફેડ બેન્ક મુંદ્રામાં મુકી તેના પર ગોલ્ડ લોન લીધેલી છે. જેથી ન્યુ મુંદ્રા ખાતે આવેલ ફેડ બેન્કમાં જઇ તપાસ કરવામાં આવતા આરોપીએ 26 એપ્રિલ 2022 ના દીવસે ફેડબેન્કમાં બ્રેસલેટ જમા કરાવી એક લાખ દસ હજારની ગોલ્ડ લોન લીધી હતી અને જુની લોન ચાલતી હતી તે ભરપાઈ કરી દીધી હતી. પોલીસે આ બાબતે પુરાવા મેળવીને આરોપીને પુછપરછ માટે બોલાવ્યો હતો. જેમાં તે પડી ભાંગ્યો અને ગુનો કબુલી લીધો હતો.

ફી ભરવા માટે હત્યા કરી

આરોપીની પુછપરછમાં જાણવા મળ્યુ કે, આરોપીને પોતાના દીકરાના અભ્યાસ માટે ફી ભરવા માટે રૂપીયાની સખત જરૂરીયાત હતી.  મૃતક મનસુખભાઇએ શરીરે સોનાની પોંચી તથા સોનાની ચેઇન પહેરેલ હતી. જેથી લુંટના આશયે મનસુખભાઇ ઉર્ફે મનુભાઈ માવજીભાઇ સતરાને સસ્તા ભાવે જમીન અપાવવાની લાલચ આપી વડાલાથી પાવડીયારા રોડ તરફ જતા રસ્તે હનુમાન મંદીરથી આગળ રોડની ડાબી બાજુ જમીન બતાવવા માટે લઇ ગયો હતો અને બાવળની ઝાડીમાં એકલતાનો લાભ લઇ સવારના આશરે સાડા અગીયાર વાગ્યાના અરસામાં છરીના કુલ 12 ઘા મારી હત્યા નીપજાવેલ અને સોનાના દાગીના બ્રેસલેટ (પોંચી) તથા સોનાનો ચેઇન લોકેટની લૂંટ ચલાવી મુન્દ્રા આવી અને ફેડ બેન્કમાં બ્રેસલેટ જમા કરાવી લોન લીધી હતી.  સોનાનું લોકેટ તેના ઘરે મંદીર નીચે છુપાવેલું હોવાની કબુલાત પણ આપી હતી. જેના આધારે પોલિસે તપાસ શરૂ કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati