Kutch : પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખુલ્લુ મુકાયું, ઉદ્યોગકારોને મળશે ફાયદો

ગુજરાતના(Gujarat)  ઓદ્યોગીક વિકાસનુ(Industrial Growth)  કચ્છ(Kutch)  ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શનિવારે કચ્છના 3 ઓદ્યોગીક પ્રકલ્પોને ખુલ્લા મુક્યા હતા અને વાઇબ્રન્ટની જેમ સ્થાનીક ઉદ્યોગકારો માટે પણ રાજ્ય સરકાર તમામ સુવિદ્યા આપવા માટે કટ્ટીબંધ છે.

Kutch : પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખુલ્લુ મુકાયું, ઉદ્યોગકારોને મળશે ફાયદો
Kutch CM Bhupendra Patel
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Oct 02, 2022 | 9:30 PM

ગુજરાતના(Gujarat)  ઓદ્યોગીક વિકાસનુ(Industrial Growth)  કચ્છ(Kutch)  ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શનિવારે કચ્છના 3 ઓદ્યોગીક પ્રકલ્પોને ખુલ્લા મુક્યા હતા અને વાઇબ્રન્ટની જેમ સ્થાનીક ઉદ્યોગકારો માટે પણ રાજ્ય સરકાર તમામ સુવિદ્યા આપવા માટે કટ્ટીબંધ છે. કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્રારા નવનિર્મિતન્યુ એનેક્ષી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતુ ડીઝીટલ અને કોર્પોરેટ સેક્ટરને અનુરૂપ વાતાવરણ ઉભુ થાય તે માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોર્મસ કમ્પાઉન્ડમાં જ આ નવુ ભવન તૈયાર કરાયુ છે. જેમાં અલગ-અલગ ઓદ્યોગીક ચર્ચા તથા મીટીંગ સહિત તમામ આધુનીક સુવિદ્યા ઉભી કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કિરણ ગૃપ અને અંબાજી ગૃપ દ્વારા કંડલા- મુન્દ્રા હાઈવે પર ભદ્રેશ્વર ગામ નજીક નિર્માણ થયેલ પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનુ રીબીન કાપી ઉદઘાટન કર્યું હતું

યુવા સાહસિક ઉદ્યોગકારો ટેકનોલોજી સાથે NXE ભવનનો મળશે

કચ્છના 5000 થી વધુ ઉદ્યોગકારો સાથે યુવા સાહસિક  ઉદ્યોગકારો ટેકનોલોજી સાથે NXE ભવનનો લાભ લેશે તેવી આશા વ્યક્ત કરી મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોની કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટેરાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી. સાથે દેશમાં ટેકનોલોજી સાથે લોકોની વિચારધારા પણ બદલી હોવાની વાત કરી કચ્છની ઓદ્યોગીક કાન્તિના વખાણ કરી ગાંધીધામ ચેમ્બરના પ્રયાસોને આવકાર્યો હતો.

175 એકરમા વિશાળ પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કિરણ ગૃપ અને અંબાજી ગૃપ દ્વારા કંડલા- મુન્દ્રા હાઈવે પર ભદ્રેશ્વર ગામ નજીક નિર્માણ થયેલ પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનુ રીબીન કાપી ઉદઘાટન કર્યું હતું. તથા સભાસ્થળેથી બિઝપાર્કના ભવનનું ભૂમિપૂજન તથા વૃક્ષારોપણ કર્યું હતું. સાથે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કની વિગતો દર્શાવતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડિજિટલ ટેકનોલોજીના ફીફથ જનરેશન(5G) સેવાનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યાનો ઉલ્લેખ કરી અને આજે કચ્છ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનુ ઉદઘાટન થયું, તે ડિજિટલ અને ઔદ્યોગિક વિકાસની રાહ પર દેશ આગળ વધતો હોવાનુ આહવાન છે અને મહત્તમ લોકો પોર્ટ બીઝ પાર્કનો લાભ લે તેવી અપિલ પણ કરી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વેલ્સપનના નવા સ્ટીલ પ્લાન્ટને ખુલ્લો મુક્યો

કચ્છ આવેલા મુખ્યમંત્રીના હસ્તે શનિવારે તથા કેન્દ્રિય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતમાં અંજાર સ્થિત વેલ્સપન કંપનીના 290 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ ડિજીટલ યુગમાં ભારતનું યોગદાન મહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના માર્ગે ગ્રોથ એન્જિન બન્યું છે. કચ્છના વિકાસમાં સહભાગી બનેલું વેલસ્પન ગૃપ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ભૂકંપ બાદ કચ્છમાં થયેલ ઓદ્યોગિકરણ થકી સામાન્ય માણસ મુખ્ય પ્રવાહમાં પાછો આવ્યો છે. જેમાં વેલસ્પન ગૃપે પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

કચ્છ  ઊર્જાના નિર્માણ માટે સમગ્ર વિશ્વ માટે એ.પી.સેન્ટર

આ કાર્યક્રમમાં કેન્દ્રિય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, હું કચ્છની ઐતિહાસિક ધરતી પર ઔદ્યોગિક ક્રાંતિના દર્શન કરવા આવ્યો છું. પ્રકૃતિની માર પછી કચ્છની કાયાપલટ કરવાનું જે સ્વપ્ન હતું તે ખરેખર સાર્થક બન્યું છે. કચ્છ  ઊર્જાના નિર્માણ માટે સમગ્ર વિશ્વ માટે એ.પી.સેન્ટર બની રહ્યું છે.મુખ્યમંત્રીએ વેલસ્પન ટેકસ્ટાઈલ પ્લાન્ટ સહિત વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી હતી જેમા, વેલસ્પન ગૃપના ચેરમને બાલકિશન ગોયંકા, મેનેજિંગ ડિરેકટર રાજેશ મંડાલેવાલા સહિત વિધાનસભાના અધ્યક્ષ અને કચ્છના સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધીઓ હાજર રહ્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">