15 એપ્રીલના કચ્છમાં (Kutch) આરોગ્ય ક્ષેત્રે સોનાનો સુરજ ઉગશે. વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટા કચ્છ જીલ્લામાં આરોગ્ય સુવિદ્યા સુદ્રઢ કરવી સરકાર માટે એક મોટો પડકાર છે. તેવામાં જિલ્લાના દાત્તાઓની દિલેરીથી 15 એપ્રીલના દિવસે હદય,કિડની અને કેન્સર જેવી સારવાર હવે કચ્છમાં જ મળી રહેશે. જે માટે દાતાઓએ 110 કરોડનું દાન આપ્યું છે.
15 એપ્રીલના વડાપ્રધાન મોદીના(PM MODI) હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘઘાટન (Virtual opening) કચ્છની સુપર મલ્ટી સ્પેશીયલ હોસ્પિટલનું (Super Multi Special Hospital) થનાર છે, કચ્છ જિલ્લાના લોકોની આરોગ્યની ચિંતા કરી લેઉવા પટેલ સમાજે એક પહેલ કરી અને આજે બે વર્ષમાં કુલ 150 કરોડથી વધુના ખર્ચે સંપુર્ણ હોસ્પિટલ નિર્માણ પામી છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતીમાં 15 તારીખે આ હોસ્પિટલ શરૂ થશે. અને જે શરૂ થયા બાદ કચ્છના લોકોને જટીલ કે ઇમરજન્સી સારવાર માટે કચ્છ બહાર નહીં જવુ પડે. અત્યાર સુધી 589 દાતાઓએ 110 કરોડનું દાન આપ્યું છે.
વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટા કચ્છ જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સુવિદ્યા હજુ પણ મુશ્કેલ છે. તો સરહદી જીલ્લો હોવાથી ઇમરજન્સી સારવાર માટે કચ્છમાં પુરતી સુવિદ્યા નથી. તે વચ્ચે કચ્છના લેઉવા પટેલ સમાજે દાતાઓની મદદથી એક મોટી ભેટ કચ્છને અપર્ણ કરશે. નિષ્ણાતોના મતે મોટા અકસ્માત અને જટીલ શસ્ત્રક્રિયા માટે હવે કચ્છના લોકોને બહાર નહી જવુ પડે. અને કચ્છ માટે આ આરોગ્ય ક્ષેત્રે મોટી ઉપલબ્ધી છે.
આ સુવિદ્યા અને લાભ મળશે
-મોટા અકસ્માત કે પછી હદય,કિડની અને કેન્સર જેવી જટીલ સારવાર દરમ્યાન કચ્છના લોકોને અમદાવાદ જવુ પડે છે. પરંતુ હવે આ હોસ્પિટલ શરૂ થઇ ગયા બાદ નહીં જવું પડે. – કિડની, કેન્સર, હાર્ટ સર્જરીની ઓપરેશન અને સારવાર માટે આધુનીક સાધનો સાથેની સુવિદ્યા ભુજમાં જ મળશે. – 6 માળની આ ઇમારતમાં અલગ-અલગ વિભાગો ઓપરેશન થીયેટર, કેમો થેરાપી સેન્ટર સહિત તમામ સુવિદ્યાઓ ઉપલબ્ધ થશે. – 200 સ્પેશીયલ બેડ સાથેની હોસ્પિટલમાં ટ્રસ્ટ સંચાલનથી ખાનગી હોસ્પિટલો કરતા ઓછા ખર્ચે સારવાર મેળવી શકાશે. – જે માટે આધુનીક સાધનો સાથે ડોક્ટરની ટીમ પણ નિમાઇ છે. સાથે ગુજરાતની અન્ય મલ્ટી સ્પેશીયલ હોસ્પિટલના નિષ્ણાંતોને નિમણુંક અપાઇ છે.
કચ્છમાં ભુકંપ બાદ વડાપ્રધાન રાહત ફંડમાંથી બનેલી હોસ્પિટલમાં આ તમામ પ્રકારની સુવિદ્યા ઉપલબ્ધ કરવાનું આયોજન હતું પરંતુ તે શક્યુ બન્યુ નથી. ગ્રામ્યકક્ષાએ પ્રાથમીક સારવાર માટેની સુવિદ્યા તો છે. પરંતુ મોટી શસ્ત્રક્રિયા માટે કચ્છીઓને મોંઘા ખર્ચે બહાર જવુ પડે છે. પરંતુ કચ્છી દાતાઓની મદદથી હવે લેઉવા પટેલ સમાજ આ હોસ્પિટલ બનાવી 15 એપ્રીલે કચ્છને અર્પણ કરશે. જેનાથી કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે મોટી ક્રાન્તિ સર્જાશે.જેને લઇને હાલ તડામાર તૈયારી ચાલી રહી છે.
આ પણ વાંચો :Ambaji માં બીજા દિવસે પણ 51 શક્તિપીઠની પરિક્રમામાં ભક્તોની ભીડ, કેમ્પ અને આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરાઇ
આ પણ વાંચો :BHARUCH : આજે પોલીસ વિભાગની આ કામગીરીઓ અગત્યની ખબર તરીકે ચર્ચામાં રહી, કરો એક નજર મુખ્ય સમાચારો ઉપર