KUTCH : કોરોના મહામારીમાં સેવાની સરવાણી, આરોગ્ય હેતુસર મણીનગર મંદિરે આપ્યું 3 કરોડનું દાન !

KUTCH : હાલ કોરોના મહામારી સામે બાથ ભીડવા અને તેને મ્હાત આપવા રાજય સરકાર અને કચ્છનું વહીવટી તંત્ર તો તનતોડ મહેનત કરી જ રહયું છે. સાથે અહીંની સ્થાનિક સામાજિક સંસ્થાઓ પણ વિશેષ તત્પરતા દાખવી, મહત્વની કામગીરી કરીને તંત્રના આ ભગીરથ કાર્યમાં સહયોગ આપી રહ્યું છે.

KUTCH : કોરોના મહામારીમાં સેવાની સરવાણી, આરોગ્ય હેતુસર મણીનગર મંદિરે આપ્યું 3 કરોડનું દાન !
મણિનગર સ્વામીનારાયણ મંદિર દ્વારા 3 કરોડનું દાન
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: May 22, 2021 | 4:28 PM

KUTCH : હાલ કોરોના મહામારી સામે બાથ ભીડવા અને તેને મ્હાત આપવા રાજય સરકાર અને કચ્છનું વહીવટી તંત્ર તો તનતોડ મહેનત કરી જ રહયું છે. સાથે અહીંની સ્થાનિક સામાજિક સંસ્થાઓ પણ વિશેષ તત્પરતા દાખવી, મહત્વની કામગીરી કરીને તંત્રના આ ભગીરથ કાર્યમાં સહયોગ આપી રહ્યું છે.

હાલ આવી જ અદ્વિતીય કામગીરી કરી રહયું છે કચ્છી લેઉવા પટેલ સમાજ. જે અન્વયે દેશ-વિદેશમાંથી આવેલા ધનમાંથી ૭૫ બેડની આઈ.સી.યુ. કોરોના હોસ્પિટલ અને ત્રણ ઓકિસજન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કચ્છી લેઉવા પટેલ સમાજની એમ.એમ.પી.જે. કોવીડ હોસ્પીટલે વર્તમાન ભવિષ્યમાં પડકારો સામે સજ્જ થવા મોટા નિર્ણય–તૈયારીઓ જાહેર કરી છે.

જેમાં ૭૫ બેડની અદ્યતન આઈ.સી.યુ. હોસ્પીટલ અને ત્રણ મેડીકલ ઓક્સિજન પ્લાન્ટનો સમાવેશ થાય છે. જયાં ૫૦,૦૦૦ રેપીડ ટેસ્ટ અને દવાઓ તદન નિ:શુલ્ક અપાશે. દેશ વિદેશથી આવેલા સહયોગ માત્રને માત્ર કોરોના સારવાર હેતુ માટે વાપરવામાં આવશે તેવો નિર્ધાર પણ વ્યક્ત કરાયો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કચ્છ જીલ્લાએ પણ કોરોનાના કારણે ખુબ જ વિકટ સ્થિતિ જોઇ છે. આવી સ્થિતિમાંથી લોકોને બહાર લાવવા મદદરૂપ થવા કચ્છ જીલ્લામાં ‘સંજીવની’ ઓક્સિજનના ત્રણ મેડિકલ યુનિટ ઓક્સિજન પ્લાન્ટ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે ભુજની માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હોસ્પિટલ) ને મણિનગર સ્વામીનારાયણ ટ્રસ્ટ સંસ્થા દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. જે આગામી એક માસ પછી ક્રમશ: શરૂ થશે. આ યુનિટમાં સિલિન્ડર ભરી શકાશે અને હોસ્પિટલના આઈ.સી.યુ.ને પુરતો ઓક્સિજન પૂરો પાડી શકાશે.

જીલ્લામાં કોઈપણ ધાર્મિક સંસ્થાએ કોરોના રાહત માટે આટલું મહાયોગદાન આપ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.આ સંદર્ભે મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામી પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતીમાં 3 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. એક મહિનામા પ્લાન્ટ શરૂ થયા બાદ 200 બેડની લેઉવા પટેલ હોસ્પિટલ ઓક્સિજન ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">