KUTCH : ચૈત્રિ નવરાત્રી નિમિતે આશાપુરા માતાજીનું મંદિર રહેશે બંધ

KUTCH જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત બીજા વર્ષે ચૈત્રિ નવરાત્રી દરમિયાન માતાના મઢનું આશાપુરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

| Updated on: Apr 11, 2021 | 5:27 PM

KUTCH જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત બીજા વર્ષે ચૈત્રિ નવરાત્રી દરમિયાન માતાના મઢનું આશાપુરા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે પરંતુ, નવરાત્રી દરમિયાન મંદિરમાં થતી તમામ ધાર્મિક વિધિ પૂજારીની હાજરીમાં કરવામાં આવશે. ભક્તો ઘરબેઠા you-tube ના માધ્યમથી માતાજીના દર્શન કરી શકશે.

 

 

સમગ્ર kutch જિલ્લામાં કોરોના બીમારી ચિંતાના સ્તરે વધી ગઈ છે. જેના અગમચેતીના ભાગરૂપે ગઈકાલે નારાયણ સરોવર અને કોટેશ્વરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરાયા છે. ત્યાર બાદ આજે માતાના મઢના પ્રસિદ્ધ યાત્રાધામમાં આશાપુરા મંદિરના દર્શન પણ જાહેર જનતા માટે બંધ કરાયું છે. મંદિર બંધ રાખવાની જાહેરાત મંદિરના જાગીર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

પ્રતિદિન દિન વધી રહેલા કોરોના સંક્રમણની ગંભીરતાથી નોંધ લઇ કોરોના અટકાવવાના પ્રયાસના ભાગરૂપે પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન માટે આવતા ભાવિકો માટે પ્રવેશબંધીનો નિર્ણય મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવા તેમજ ટ્રસ્ટીગણે લીધો હોવાનું ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રિ માટે આજે સાંજે ઘટ સ્થાપન બાદ તારીખ 13 થી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં સંભવિત દર સાલની જેમ ભાવિકોની ભીડ ન સર્જાય અને કોરોના સંક્રમણ ન ફેલાય તેના સાવચેતીના પગલાંરૂપે મંદિરના દર્શન પ્રજાજનો માટે બંધ રાખવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષે પણ લોક ડાઉન ચાલતું હોવાથી જાહેર જનતા માટે મંદિર બંધ હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">