KUTCH : અંજારની આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, અંદાજિત રૂપિયા 65 લાખની લૂંટ

આંગડિયા સંચાલક કારનો કાચ ખોલતાની સાથે જ પાછળથી આવેલા બે ઈસમોએ આંખમાં મરચું નાખી તેને બહાર ધકેલી બે ઈસમો કાર લઈને ફરાર થઈ ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 9:00 AM

KUTCH : પૂર્વ કચ્છના અંજાર શહેરમાં ગઇકાલે મોડી સાંજે 62 લાખની આંગડિયા લૂંટ થતા ચકચાર મચી છે. બે લૂંટારુઓ આંગડિયા પેઢીના સંચાલકની કાર અને રોકડ રકમ લઈ ફરાર થઈ જતા પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુની શોધખોળ હાથ ધરી છે.

ગઇકાલે એન.આર. આંગડિયા પેઢીના સંચાલક પોતાની આંગડિયા પેઢી વધાવીને અંદાજિત 7-30 વાગ્યાના અરસામાં પોતાની કારમાં રોકડા રૂ. 62 લાખ સાથે લઈ નીકળ્યા હતા.

જ્યાંથી થોડે દુર જતા જ એક નંબર પ્લેટ વગરની હોન્ડા સાઈન બાઈકથી અંદાજિત 30થી 35 વર્ષની ઉંમરનો યુવાન ભોગ બનનારની કારની પાછળની બાજુએથી અથડાયો હતો. જે બાદ તે યુવાને આવી ભોગ બનનારની કારનો કાચ ખખડાવ્યો હતો.

આંગડિયા સંચાલક કારનો કાચ ખોલતાની સાથે જ પાછળથી આવેલા બે ઈસમોએ આંખમાં મરચું નાખી તેને બહાર ધકેલી બે ઈસમો કાર લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે બાઈક સાથે આવેલો ઈસમ ત્યાંથી દોડી જઇ નાસી છૂટ્યો હતો.

આ બનાવ દરમ્યાન ભોગ બનનારની સ્વીફ્ટ કાર ઉપરાંત રૂ. 62 લાખ રોકડા તથા સોનાની માળા, કારમાં રાખેલો મોબાઈલ સહિત કુલ રૂ. 65.85 લાખની લૂંટ ચલાવાઈ હતી.

મળતી માહિતી મુજબ, લૂંટારુઓએ જાણે પહેલાથી જ પ્લાનિંગ કરી હોય તેમ લૂંટને અંજામ આપવા માટે શનિવારે બપોરે શહેરમાં બાઇકની ચોરી કરી હતી. જે બાદ તે બાઈક પરથી નંબર પ્લેટ કાઢી બાઈકનો કલર બદલી નાખી ચેસીસ નંબર પણ કાઢી નાખ્યા હતા. જે બાઈકનો લૂંટની ઘટનામાં ઉપયોગ કરી બાઇકને સ્થળ પર જ મૂકી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">