ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુકત ઓપરેશન, 350 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ પાકિસ્તાની બોટ

Harin Matravadia

Harin Matravadia | Edited By: Mamta Gadhvi

Updated on: Oct 09, 2022 | 11:39 AM

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ ફરી એક વખત ગુજરાતને બદનામ કરવાનો નાપાક ઈરાદો નિષ્ફળ બનાવ્યો છે. ઝડપાયેલા 50 કિલો હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 350 કરોડ જણાવવામાં આવી રહી છે.

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુકત ઓપરેશન, 350 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ પાકિસ્તાની બોટ
Indian Coast Guard and Gujarat ATS Opreation

ભારતીય કોસ્ટ ગાર્ડે (Indian Coast Guard)  ગુજરાત ATS (Gujarat ATS) સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં (Opreation) મોટી માત્રામાં ડ્રગ્સ લઈને જતી પાકિસ્તાની દાણચોરોની ગેંગને પકડી પાડી છે. આ દાણચોરો અલ સાકર નામની બોટમાંથી ડ્રગ્સ ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે હાલ 50 કિલો હેરોઈન કબજે કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 350 કરોડ જણાવવામાં આવી રહી છે. પોલીસે હાલ 6 (Gujarat Police) આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

આરોપીની વધુ પુછપરછ હાથ ઘરાઈ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા ફરી એક વખત ગુજરાતને બદનામ કરવાનો નાપાક ઈરાદો નિષ્ફળ બનાવ્યો છે. જખૌ બંદર (Jakhau port) થી 55 નોટિકલ માઈલ દૂર થી ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી પાકિસ્તાની બોટ માંથી ડ્રગસનો જથ્થો પકડી પાડયો છે. મહત્વનું છે કે પાકિસ્તાનમાં રહેતા મોહમ્મદ કાદર કે જે બલોચીસ્તાનનો ડ્રગ્સ માફિયા છે, તે ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના કરાચીનાં બંદરથી અલ – સાકર નામની પાકિસ્તાની બોટમાં હેરોઇન ભરી ગુજરાતના દરિયા કિનારા આવી રહ્યો હતો. જે માહિતીના આધારે સ્પેશિયલ ઓપરેશન (Special Opreation)  મારફતે બોટને વચ્ચેથી જ પકડી પાડવામાં આવી હતી.

આ પાકિસ્તાની બોટમાં છ લોકો હતા. જેમાંથી ચાર લોકો પાકિસ્તાની અને બે લોકો બલુચિસ્તાનનાં હતા. કોસ્ટગાર્ડની શીપ મારફતે આ બોટને રોકવામાં આવી હતી અને તે બાદ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી, જેમાં 50 પેકેટ એટલે કે અંદાજે 50 કિલોગ્રામ કે જેની કિંમત 350 કરોડના હેરોઈન મળી આવ્યું હતું. મળતી માહિતી મુજબ કોસ્ટગાર્ડની ટીમને જોતા જ આ ખલાસીઓને પોતાના મોબાઈલ દરિયામાં ફેંકી દીધા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati