હર કામ દેશ કે નામ :ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય’એ મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારને બચાવ્યો

ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય’એ મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારને બચાવ્યો છે.

હર કામ દેશ કે નામ :ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય’એ મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારને બચાવ્યો
Indian Coast Guard ship 'Arinjay' rescues troubled fisherman

જ્યારે પણ દેશ પર કોઇ મુસીબત આવે છે ત્યારે સેનાના જવાનો હર હંમેશ લોકોની સેવા કરવા માટે આગળ આવે છે. કુદરતી આફત હોય કે પછી કોઇ બિમારી સામે લડવા દેશની મદદ કરવાની હોય તેઓ હર હંમેશા તૈયાર રહે છે.

ભારતીય તટરક્ષક દળનું (Indian Coast Guard ) જહાજ ‘અરિંજય’ 21 સપ્ટેમ્બર 2021ના રોજ તેના નિયમિત નિયુક્તિ પર હતું ત્યારે મદદ માટે પ્રાપ્ત થયેલા રેડિલો કૉલને પ્રતિભાવ આપીને ભારતીય માછીમારી બોટમાંથી (Fishing boat)  ગંભીર રીતે બીમાર દર્દીને બચાવ્યો હતો. અરવિંદ નામનો દર્દી માછીમારીની (Fisherman) બોટમાં હતો ત્યારે જ તેના હ્ર્દયના ધબકારા ખૂબ જ ઘટી ગયા હતા અને તે બેભાન થઇ ગયો હોવાથી તેની સ્થિતિ ગંભીર થઇ ગઇ હતી.

જહાજ દ્વારા તાત્કાલિક તેમાં રહેલી મેડિકલ ટીમને માછીમારી બોટમાં મોકવામાં આવી હતી અને ત્યાં દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું જેમને જાણવા મળ્યું હતું. ટીમે સતત સ્થળ પર જ તબીબી સહાયતા આપવાનું ચાલુ રાખ્યું હતું અને વધુ મેડિકલ સહાય માટે અન્ય માછીમારી બોટ દ્વારા તેને જખૌ લઇ જવાની વ્યવસ્થા કરી હતી. દર્દીને આગળની તબીબી સારવાર માટે CHC નલિયા ખાતે મોકલવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : DC VS SRH, Live Score, IPL 2021 : દિલ્હીની બેટિંગ શરૂ, પૃથ્વી શો અને શિખર ધવન સારી શરૂઆત માટે જવાબદાર

આ પણ વાંચો :IPL 2021, DC vs SRH: હૈદરાબાદનુ ટોસ જીતી કંગાળ પ્રદર્શન, 9 વિકટ ગુમાવી 135 રનનો દિલ્હી ને પડકાર આપ્યો, રબાડાની 3 વિકેટ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati