Kutch: કંડલા દિનદયાળ પોર્ટની સફાઇ કરશે હવે ટ્રક માઉન્ટેડ રોડ સ્વીપર્સ મશીન

MIV-2030 હેઠળ ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘ક્લીન પોર્ટ ઈનિશિએટિવ’ના ભાગરૂપે, નાયબ અધ્યક્ષ અને સિનિયર અધિકારીઓની હાજરીમાં  દિનદયાલ પોર્ટના અધ્યક્ષએ 2 માઉન્ટેડ રોડ સ્વીપર્સનુ ફ્લેગ ઓફ કર્યું

Kutch: કંડલા દિનદયાળ પોર્ટની સફાઇ કરશે હવે ટ્રક માઉન્ટેડ રોડ સ્વીપર્સ મશીન
Dindayal Port sweeper machine
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Dec 27, 2021 | 9:27 PM

દેશના મેજર પોર્ટમા જેવી ગણના થાય છે તેવા કંડલા (Kandla)  દિનદયાળ પોર્ટ(Dindayal Port) દર વર્ષે અનેક સિધ્ધીઓ હાંસલ કરે છે. કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે છેલ્લા 14 વર્ષથી કંડલા પોર્ટ નંબર-01 પર રહ્યુ છે.  કંડલા પોર્ટે વર્ષ 2021માં 117.05 મીલીયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલીંગ(Cargo)  કર્યુ હતુ. જો કે સુવિધા વધારા છંતા સફાઇના બાબતમાં અન્ય પોર્ટની સરખામણીએ કંડલા પોર્ટમાં અનેક ત્રુટીઓ અંગે પોર્ટ યુઝરની ફરીયાદો રહેતી હતી. જો કે હવે કંડલા પોર્ટની સફાઇ હવે આધુનીક મશીનોથી કરવામાં આવશે.

MIV-2030 હેઠળ ‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘ક્લીન પોર્ટ ઈનિશિએટિવ’ના ભાગરૂપે, નાયબ અધ્યક્ષ અને સિનિયર અધિકારીઓની હાજરીમાં  દિનદયાલ પોર્ટના અધ્યક્ષએ 2 માઉન્ટેડ રોડ સ્વીપર્સનુ ફ્લેગ ઓફ કર્યું.માઉન્ટેડ રોડ સ્વીપર્સ ન્યૂનતમ 30,000 ચોરસ મીટરની અદ્યતન મિકેનિકલ સ્વીપિંગ ટેકનોલોજી સ્વીપિંગ ક્ષમતા પર આધારિત છે. મશીનોમાં પાણીના છંટકાવની નોઝલ અને કેમેરા પણ ફીટ કરવામાં આવ્યા છે. આ મશીનો કોઈપણ હવામાનની સ્થિતિમાં સ્વીપ કરી શકશે અને અન્ય તકનીકી સફાઈ કામદારોની તુલનામાં ખૂબ લાંબુ આયુષ્ય ધરાવે છે અને સૌથી ઓછો O&M ખર્ચ પણ ધરાવે છે.

આ મશીનો ધૂળ સાફ કરવા, સંગ્રહ કરવા અને નિકાલ માટે કાર્યક્ષમ અને અસરકારક છે જે શુક્ષ્મ સફાઇ માટે પણ સક્ષમ હોવાથી પોર્ટની યોગ્ય સફાઇ થશે તેવો આશાવાદ છે. 5 વર્ષના કરારો સાથે આ કામગીરીનો પ્રારંભ કરાયો છે. 23 તારીખે કંડલા પોર્ટના ચેરમેન એ માઉન્ટેડ રોડ સ્વીપર્સને લીલીઝંડી આપ્યા બાદ પોર્ટ સફાઇની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

10 માઇક્રોન સુધી ઝીણા વાયુજન્ય ધુળના કણોને દબાવી શકવાની કાર્યક્ષમતા આ મશીનમાં છે. જં બંદર પરના વાયુ પ્રદુષણને નિંયત્રીત કરશે સાથે નોઝલ સ્પ્રે વડે ડસ્ટ સ્પ્રેશન ટેકનોલોજીની મદદથી બંદરની યોગ્ય સફાઇ થશે અન્ય ખાનગી બંદરોની સરખામણીએ કંડલા દિનદયાળ પોર્ટની સફાઇ મામલે અનેક ફરીયાદો ઉઠતી હતી જો કે હવે આધુનીક મશીનો મારફતે કાર્ગો હેન્ડલીંગ સાથે સ્વચ્છતા મામલે પણ પોર્ટે નવી સિધ્ધી મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સ પર વ્યાજ માફી યોજનાની જાહેરાત કરી

આ પણ વાંચો : અમદાવાદમાં નશો કરીને ડ્રાઇવ કરનારા વિરુદ્ધ પોલીસ એકશનમાં, ડ્રિંક એન્ડ ડ્રાઇવની ખાસ ડ્રાઇવ શરૂ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">