Kutch: ઘર ઘર નળ જોડાણ ધરાવતો 12મો જીલ્લો જાહેર, કુલ 402565 ઘરમાં જોડાણ

વાસ્મો દ્વારા જિલ્લામાં રૂ. 30  કરોડ 35 લાખની અંદાજિત કિંમતની કુલ 197 યોજનાઓ અમલી કરાયેલ જેના દ્વારા 19963 ઘરો નળ જોડાણથી આવરી લેવાયા છે. નરેન્દ્ર મોદીને યાદ કરતા નીમાબેન આચાર્યએ જણાવ્યુ હતુ. પાણી એ પારસ છે. પાણીને બચાવી તેનો સદુપયોગ કરવો જોઈએ

Kutch: ઘર ઘર નળ જોડાણ ધરાવતો 12મો જીલ્લો જાહેર, કુલ 402565 ઘરમાં જોડાણ
Kutch declared 12th district with Household tap connection
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 19, 2022 | 11:06 PM

કચ્છના(Kutch)  દુર્ગમ વિસ્તારોમાં પાણી સમસ્યાની ફરીયાદ વચ્ચે આજે સરકારની હર ઘર જલ મિશન (Har Ghar Jal Mission) યોજના  હેઠળ ગુજરાતમાં(Gujarat)  12 મા જીલ્લા તરીકે જાહેર કરાયો હતો. વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ જણાવ્યુ હતુ કે 15 મી ઓગષ્ટ 2019ના રોજ જલ જીવન મિશન હેઠળ દેશના તમામ ઘરે ઘર-ઘર નળ જોડાણની જાહેરાત કરાઇ હતી જેના પગલે રાજ્યમાં આજે  આપણો કચ્છ જિલ્લો હર ઘર જળ તરીકે જાહેર થયો છે. બે વર્ષમાં વાસ્મો દ્વારા જિલ્લામાં રૂ. 30  કરોડ 35 લાખની અંદાજિત કિંમતની કુલ 197 યોજનાઓ અમલી કરાયેલ જેના દ્વારા 19963 ઘરો નળ જોડાણથી આવરી લેવાયા છે. નરેન્દ્ર મોદીને યાદ કરતા નીમાબેન આચાર્યએ જણાવ્યુ હતુ. પાણી એ પારસ છે. પાણીને બચાવી તેનો સદુપયોગ કરવો જોઈએ. આજે કચ્છ જિલ્લાને ગ્રામ્યસ્તરે 100 ટકા ઘર ઘર નળ જોડાણ હર ઘર જલ ધરાવતો રાજ્યનો 12 મો જિલ્લો જાહેર કરતા આનંદ વ્યક્ત કરી સરપંચોને કરકસર પુર્વક પાણીના વપરાશની અપીલ કરી હતી.

કચ્છમાં પાણીની અગવડો વચ્ચે સરકારે જિલ્લામાં રૂ. 652 કરોડની પાણી પુરવઠા સુધારણા યોજના મંજૂર કરી છે અંજારના 63 ગામોમાં રૂ. 42  કરોડ પાણી યોજના મંજુર કરાઇ હોવાનુ ધરાસભ્ય વાસણ આહિરે જણાવ્યુ હતુ. કચ્છમાં નર્મદા માટે રૂ. 3775 કરોડ રૂપિયા મંજૂર સાથે દરિયાના પાણીને શુદ્ધ કરવા માટે સરકારી જાહેર કરેલી યોજના પણ કચ્છમાં આગામી પાણીની સમસ્યા હળવી થશે

કચ્છમાં 650 કરોડની 9 યોજના કાર્યન્વિત છે જેના થકી ગ્રામ્ય વિસ્તારો સુધી લોક ભાગીદારીથી પાણી પહોચતુ થયુ છે. આંતરિક પાણી વિતરણ યોજના સંભાળતી ગામ પાણી સમિતિઓને મરામત અને નિભાવણી આર્થિક સહાય પૈકી ચેક અપાયા હતા. જે પૈકી માંડવી તાલુકાના ગઢડા ગામની પાણી સમિતિને રૂપિયા 31.79 લાખ, અબડાસા તાલુકાના મોથાળા ગામની પાણી સમિતિને રૂપિયા 9.62 લાખ,  અંજાર તાલુકાના ટપ્પર ગામની પાણી સમિતિને રૂ. 3.26 લાખના ચેક અર્પણ કરાયા હતા

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

વાસ્મો પુરસ્કાર પાણી વિતરણ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર ગામની પાણી સમિતિને વાસ્મો દ્વારા રૂ. 50  જારનો પુરસ્કાર અર્પણ કરાયો  હતો. જેમાં અંજાર તાલુકાની મોડવદર લખપત તાલુકાની નારાયણ સરોવર તથા નખત્રાણા તાલુકાની સાયરા ગામની પાણી સમિતિને સન્માનિત કરવામાં આવી હતી

કચ્છમા વાસ્તવિક પાણીની સ્થિતીને પગલે અનેક વિસ્તારોમા પાણીની સમસ્યાની ફરીયાદો દર વર્ષે રહે છે. તે વચ્ચે ઉનાળા પહેલા આજે કચ્છમા સરકાર અને તંત્ર દ્રારા રજુ કરાયેલા આંકડા ખુબ પ્રેરક છે ત્યારે આશા રાખીએ કે હર ઘર નળ યોજના અતર્ગત ઘર-ઘર ઉનાળામા પણ પાણી પહોચે વિધાનસભા અધ્યક્ષ,અંજારના ધારાસભ્ય,કલેકટર પ્રવિણા ડી.કે સહિત ગુજરાત પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરપી.એમ.નાગર તથા વાસ્મોના કાર્યપાલક ઇજનેર જે. એલ. ચૌહાણ સહિત યોજનાને સફળ બનાવનાર ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણીમાં પોલીસ અધિકારી કોકા-કોલા પીતા પકડાયા, જજે આપી અનોખી સજા

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, છેલ્લા 24 કલાકમાં 486 કેસ નોંધાયા, 13 લોકોના મૃત્યુ 

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">