Gujarat Election 2022: કચ્છની 6 વિધાનસભા બેઠક પર 16,34,674 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ચૂંટણીમાં કચ્છની વિધાનસભાની 6 બેઠકો પર 16 લાખ 34 હજાર 674 મતદારો મતદાન કરશે. 1 હજાર 861 મતદાન મથકો પર યોજાશે મતદાન તો 530 સંવેદનશીલ મતદાન મથકો છે

Gujarat Election 2022: કચ્છની 6 વિધાનસભા બેઠક પર 16,34,674 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
Kutch Election preparation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 4:23 PM

કચ્છ જિલ્લાની 6 બેઠક પર મતદાનને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. તંત્ર દ્વારા EVM મશીન સહિતની સામગ્રી પહોંચાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. ભુજની ગવર્મેન્ટ એન્જીનિયરિંગ કોલેજથી જિલ્લાના અલગ અલગ વિધાનસભામાં EVM ફાળવણી કરવાનું શરૂ કરવામાં આવ્યું. ચૂંટણીમાં કચ્છની વિધાનસભાની 6 બેઠકો પર 16 લાખ 34 હજાર 674 મતદારો મતદાન કરશે. 1,861 મતદાન મથકો પર યોજાશે મતદાન તો 530 સંવેદનશીલ મતદાન મથકો છે.

ગુજરાત ચૂંટણી 2022: કુલ 16.34 લાખ મતદાર કરશે મતદાન

  • કુલ 16.34 લાખ મતદાર કરશે મતદાન
  • 1,861 મતદાન મથકો
  • 530 સંવેદનશીલ મતદાન મથક

ગુજરાત ઇલેક્શન 2022: તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થશે

પ્રથમ તબક્કાની તમામ બેઠકો પર EVM અને VVPATનું વ્યવસ્થાપન પૂર્ણ થઈ ચૂક્યું છે. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત રહેશે  મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે. ત્યારે બહોળી સંખ્યામાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચે ગુજરાતની જનતાને અપીલ કરી છે. ચૂંટણી  પંચેપ્રથમ તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીની કલાકો  બાકી છે.  ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે.  1 ડિસેમ્બરને ગુરૂવારે  સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે   6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે  પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન  થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">