ભુજમાં કોંગ્રેસનું મોંધવારી વિરુદ્ધ પ્રદર્શન, બેનરો સાથે સાયકલ રેલી યોજી

જેમાં કોગ્રેસ કાર્યકરોએ કાર્યાલયથી બેનરો સાથે સાયકલ યાત્રા યોજી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રેલી દરમ્યાન ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 11, 2021 | 10:04 PM

દેશમાં વધી રહેલી મોંધવારીને લઇને કચ્છ કોંગ્રેસે(Congress)  ભુજમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસી કાર્યકરોએ સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને  લઇને વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરોએ સાયકલ રેલી(Cycle Rally)  યોજીને મોંધવારીનો વિરોધ કર્યો હતો. જેમાં કોગ્રેસ કાર્યાલયથી બેનરો સાથે સાયકલ યાત્રા યોજી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રેલી દરમ્યાન ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે આ દરમ્યાન પોલીસે વિરોધ કરી રહેલા 20 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

 

આ ઉપરાંત કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના વધતા ભાવો માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati