KUTCH : ભુજ નગરપાલિકાની બેદરકારી સામે કોંગ્રેસ નેતાઓએ કર્યું અનોખું વિરોધ પ્રદર્શન

Bhuj Municipality : ભુજના ભરચક કહી શકાય તેવા સ્ટેશન રોડ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાયા હતા.

KUTCH : ભુજ નગરપાલિકાની બેદરકારી સામે કોંગ્રેસ નેતાઓએ કર્યું અનોખું વિરોધ પ્રદર્શન
Congress leaders staged a unique protest against the negligence of Bhuj Municipality
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jan 07, 2022 | 8:07 PM

BHUJ : કચ્છના મુખ્ય મથક ભુજમાં કરોડોના ખર્ચ છતા અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યા છે અને વર્ષોથી અનેક વિસ્તારમાં યોગ્ય નિયોજનના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ગઇકાલે ભુજના ભરચક કહી શકાય તેવા સ્ટેશન રોડ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાયા હતા. ત્યાથી પસાર થતા અનેક વાહનચાલકો ઉંડા ગટરના ખાડામા ખાબક્યા હતા. જેના CCTV વિડીયો પણ સામે આવ્યા હતા.

જો કે ન માત્ર સ્ટેશન રોડ પરંતુ લાલટેકરી, સહિત ભુજના અનેક વિસ્તારોમાં ગટરની લાઇન બેસી જવાથી લોકો માટે મુશ્કેલી સર્જાઇ રહી છે. જો કે ગઇકાલની ઘટના પછી આજે ભુજ શહેર કોગ્રેસ તથા પાલિકા વિપક્ષના કાઉન્સીલરોએ આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. અને ભુજ શહેરની સમસ્યાને લઇ નિષ્ફળ ગયેલી વર્તમાન બોડીના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના રાજીનામાંની માંગ કરી હતી.

ગટરના પાણીમાં કમળ રોપ્યા ભુજ શહેરમાં કરોડોના ખર્ચ છતા પાલિકાના અયોગ્ય આયોજનથી શહેરીજનો લાંબા સમયથી ગટરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો લાંબો સમય સુધી કામ પુર્ણ ન થતા પણ નાગરીકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ગઇકાલે બનેલી ધટના પછી આજે જે વિસ્તારમાં હાલ ગટરનુ કામ ચાલી રહ્યુ છે ત્યા કોંગ્રેસ નેતાઓ પહોચ્યા હતા અને ગટરના પાણીમાં કમળ રોપ્યા હતા.

ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી

ભુજ પાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે કાયમી સમસ્યાના ઉકેલ માટેની માંગ કરી હતી અને સાથે જ વિરોધ સાથે ભુજ પાલિકાના ચીફ ઓફીસરને પણ આ અંગે રજુઆત કરાઇ હતી. કોગ્રેસના આશ્ચર્યજનક કાર્યક્રમના પગલે પોલિસનો પણ ચુંસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

22 વર્ષથી સમસ્યા યથાવત 22 વર્ષ જુની ભુજની ગટર નિયોજન વ્યવસ્થા ખાડે ગયા બાદ પાલિકાએ કરોડો રૂપીયાનો ખર્ચ તો કર્યો છે. પરંતુ એક સાંધો ત્યા તેર તુટે તેવી સ્થિતીનુ નિર્માણ છાસવારે સર્જાય છે. જેની સમસ્યાનો સામનો આમ નાગરીકોને કરવો પડે છે. જો કે વિપક્ષ સહિત નાગરીકોની માંગ છે કે મોટી દુર્ધટના સર્જાય તે પહેલા પાલિકા યોગ્ય આયોજન સાથે સમસ્યાનું નિરાકરણ કરે.

આ પણ વાંચો : RAJKOTમાં 30 તબીબ અને 25 નર્સ અને વડોદરામાં 6 તબીબ અને 2 નર્સ કોરોના સંક્રમિત

આ પણ વાંચો : Ahmedabad : નરોડામાં સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આરોપીની પોલીસે ધરપકડ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">