AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માંડવીના દરિયામાં ત્રણ કિશોર સહિત ચાર લોકો ડૂબ્યા, બેના મોત, એક લાપત્તા

દરિયામાં નાહવા પડેલા ચાર લોકોમાંથી બે કિશોરના મોત થયા છે. જ્યારે એક કિશોરને બચાવી લેવાયો છે. તો એક યુવક લાપતા છે. બનાવની જાણ થતા જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Breaking News : માંડવીના દરિયામાં ત્રણ કિશોર સહિત ચાર લોકો ડૂબ્યા, બેના મોત, એક લાપત્તા
Mandvi sea
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 7:09 PM
Share

Kutchhકચ્છ જિલ્લાના માંડવીના દરિયામાં (Mandvi sea) નાહવા પડેલા ચાર લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. તણાયેલા ચારમાંથી બે કિશોરના મોત થયા છે. જ્યારે એક કિશોરને બચાવી લેવાયો છે. જો કે દરિયામાં તણાયેલ ચોથી વ્યક્તિ હજુ પણ લાપત્તા હોવાનું કહેવાય છે. બનાવની જાણ થતા જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો Kutch: માંડવીમાં તસ્કરોનો ત્રાસ, રાત્રિ દરમ્યાન વેપારી સાથે બનેલી લૂંટની ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video

કચ્છના માંડવીમાં આવેલા દરિયા કિનારે તહેવારોની રજાઓમાં કે રવિવારના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. આ દરમિયાન તેઓ નાહવા માટે દરિયામાં ઉતરતા હોય છે, ત્યારે અનેકવાર અનિચ્છનીય ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના આજે એટલે કે રવિવારે સામે આવી છે. જેમાં દરિયામાં નાહવા પડેલા 4 લોકો ડૂબ્યા હતા. તેમાંથી 2 લોકોના મોત થયા છે. જ્યારે એક કિશોરને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો છે. તો એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. જેની તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ભાવનગરમાં પણ માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા હતા

ભાવનગરના મહુવા નજીક આવેલ માલણ નદીમાં ગઈકાલે એટલે કે 26 ઓગસ્ટે ચાર યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં નાનાજાદરા અને કુંભણ વચ્ચે માલણ નદીમાં 3 સગા ભાઈ સહિત 4 યુવકો નદીમાં નહાવા પડ્યા હતા. તેમાંથી 3 યુવકના મૃતદેહ મળ્યા હતા. ત્યારે બાકીના એક યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે સવારે શોઘખોળ દરમિયાન ચોથા યુવકનો પણ મૃતહેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં 3 સગા ભાઇઓના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">