કચ્છમાં ઓવૈસીના ધામા, પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરનાર નૂપુર શર્માને લઈને આપ્યુ આકરુ નિવેદન

નૂપુર શર્મા દ્વારા કરાયેલા પયગંબર મહોમ્મદ અંગેનાં નિવેદન (Prophet Controversy) મામલે રાજકોટ, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ અગ્રણીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો

કચ્છમાં ઓવૈસીના ધામા, પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરનાર નૂપુર શર્માને લઈને આપ્યુ આકરુ નિવેદન
Asaduddin Owaisi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 1:34 PM

બે દિવસ કચ્છની(Kutch)  મુલાકાતે આવેલા AIMIM પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ નૂપુર શર્માના નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ભુજમાં વિશાળ જનસભા સંબોધતા સવાલ ઉઠાવ્યો કે પયગંબર મોહમ્મદ (prophet muhammad)  વિશે ટિપ્પણી કરનાર નૂપુર શર્મા સામે કાર્યવાહી કેમ નથી કરાતી ? સાથે જ તેમણે ઉત્તરપ્રદેશ સરકારની બુલડોઝર ફેરવવાની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો. ઓવૈસીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં નૂપુર શર્માના (Nupur Sharma) વિવાદિત નિવેદન બાદ હિંસક પ્રદર્શનો થયા હતા.જેમાં સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi adityanth) લોકોના ઘર ઉપર બુલડોઝર ફેરવી દીધા.

જો આવું કરવું હોય તો અદાલતની શું જરૂર ? અદાલતને તાળા મારી દો.વધુમાં ઓવૈસીએ યોગી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે CM યોગીએ બંધારણ ઉપર બુલડોઝર ફેરવી દીધુ છે.નૂપુર શર્મા દ્વારા કરાયેલા પયગંબર મહોમ્મદ અંગેનાં નિવેદન (Prophet Controversy) મામલે રાજકોટ, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ અગ્રણીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. જોકે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ (police officers) ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રાજ્યમાં ઠેર-ઠેર નૂપુર શર્માનો વિરોધ

રાજકોટના (Rajkot) રૈયા રોડ પર આવેલા આઝાદ ચોક પાસે નૂપૂર શર્માની ધરપકડની માગ કરતા પોસ્ટર(Poster)  મોટી સંખ્યામાં લાગ્યા હતા. જેની જાણકારી મળતા જ પોલીસે પોસ્ટર દૂર કર્યા. અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરના નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરનારા ઈરફાન શેખને ખાનગી હોસ્પિટલના તંત્રએ નોકરીમાંથી હાંકી કાઢ્યો છે. સુરતમાં નૂપુર શર્માના નામે હિંસા ફેલાવવાનો પ્રયાસ કરતા અઠવાના ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી.

સાબરકાંઠાના હિંમતનગરમાં પયગંબર વિશે અભદ્ર ટિપ્પણી કરનારા સામે ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપવા તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પણ ફેસબુક પ્રોફાઈલમાં નમાઝ પછી રોડ પર ઉતરવાની ભડકાઉ પોસ્ટ કરનારા સામે સાયબર ક્રાઈમ બ્રાંચે(Crime Branch)  ગુનો નોંધ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">