Kutch : અબડાસાના ધારાસભ્યનો સીએમ રૂપાણીને પત્ર, પશુઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ

અબડાસાના ધારાસભ્યએ CMને પાઠવેલા પત્રમાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. હાલ પાંજરાપોર, ગૌશાળા કે માલધારીઓના પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 5:02 PM

ગુજરાતના સુકા પ્રદેશ કચ્છ(Kutch)માં અપૂરતા વરસાદના પગલે લીલા ઘાસચારા(Fodder)ની તંગી સર્જાઈ છે. ત્યારે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે CMને પાઠવેલા પત્રમાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. હાલ પાંજરાપોર, ગૌશાળા કે માલધારીઓના પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે. સરકાર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા નહી કરાય તો પશુઓ કફોડી સ્થિતિમાં મુકાઈ જશે.

કચ્છમાં પણ વરસાદ ન વરસતા લીલા ઘાસચારાની તીવ્ર અછત જોવા મળી રહી છે. તેમજ તેના લીધે માલધારીઓ, પાંજરાપોળ અને ગૌશાળાના પશુઓ માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારો હજી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. જેમાં કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન પડતા ચિંતા ફેલાઈ છે. કચ્છના લખપતમાં હજુ સુધી સિઝનનો માત્ર 14 ટકા, રાપરમાં 17 ટકા અને અબડાસામાં 18 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. કચ્છમાં વરસાદ ન પડતા ખેડૂતો, પશુપાલકોની સ્થિતિ દયનીય બની શકે છે.

આ ઉપરાંત ગુજરાત પર જળસંકટ તોળાઇ રહ્યુ છે. હજુ પણ ખેડૂતો વરસાદની મીટ માંડી બેઠા છે ત્યારે કચ્છમાં(Kutch) પણ સ્થિતી વિકટ બનીછે. કચ્છના અંજાર વિસ્તારમાં પણ ખેડૂતો(Farmers) વરસાદ લંબાતા ચિંતિત છે. જેમાં અંજાર વિસ્તારમાં પણ મોટુ નુકસાન જાય તેવી ખેડૂતોને ચિંતા છે. લીલા શાકભાજી સાથે ખેડૂતોએ જુવાર, એરંડા અને મગનુ વાવેતર કર્યુ હતુ. પંરતુ પિયત વિસ્તારમાં પણ હવે પાક સુકાવવા લાગ્યા છે.ત્યારે ખેડૂતોને હવે સરકાર કોઈ રાહત આપે તેવી ખેડૂતોને આશા છે.

આ પણ વાંચો : Gayatri Mantra : બધી મનોકામના પૂરી કરશે ગાયત્રી મંત્ર, જાણો આ દિવ્ય મંત્ર સાથે જોડાયેલા ઉપાયો

આ પણ વાંચો : Janmashtami 2021 : પંચામૃત આ 5 વસ્તુઓને મિક્ષ કરીને બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">