સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં ગુજરાત કનેક્શન ! કચ્છમાંથી વધુ ત્રણ આરોપીની ધરપકડ

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં ગુજરાત કનેક્શન ! કચ્છમાંથી વધુ ત્રણ આરોપીની ધરપકડ
Sidhu Moosewala

દિલ્લી પોલીસના (delhi police) સ્પેશિયલ સેલે બાતમીના આધારે મુન્દ્રાના બારોઈ ગામના ખારી મીઠી રોડ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jun 20, 2022 | 10:00 AM

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં (Sidhu Moose wala murder)કચ્છમાંથી વધુ ત્રણ આરોપી ઝડપાયા. દિલ્લી પોલીસના (delhi police) સ્પેશિયલ સેલે બાતમીના આધારે મુન્દ્રાના બારોઈ ગામના ખારી મીઠી રોડ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા. દિલ્લી પોલીસે હરિયાણાના અશોક અને કુલદીપ તેમજ પંજાબના કેશવ ગરીને ઝડપી પાડ્યા છે. આ અંગેની મુન્દ્રા પોલીસ (mundra Police) સ્ટેશનમાં નોંધ પણ કરાવવામાં આવી છે. આ ઝડપાયેલા આ તમામ શખ્સો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હતા. આ પૂર્વે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિતો કચ્છમાંથી ઝડપાયા હતા.

પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી. આ અગાઉ પૂણે, પંજાબ અને દિલ્લી પોલીસની (Delhi Police) સંયુક્ત ટીમે ગુજરાતમાંથી શૂટર સંતોષ જાધવને ઝડપી પાડ્યો હતો. તેમજ સંતોષ જાધવની(Santosh Jadhav) સાથે જ તેનો એક સાથી નવનાથ સૂર્યવંશી પણ ઝડપાયો હતો.સંતોષ જાધવના 20 જૂન સુધી રિમાન્ડ પર હતો. ચકચારી સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં (Sidhu Moose wala)આઠ આરોપીની ઓળખ થઈ ચુકી છે. જ્યારે અગાઉ એક આરોપી સૌરભ મહાકાલ પણ ઝડપાઈ ચુકયો છે.

હત્યાકાંડનો CCTV વીડિયો સામે આવ્યો હતો

પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલા હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ પણ તમામ આરોપીઓને ઝડપવા માટે તાબડતોડ તપાસ ચલાવી રહી છે. આ દરમિયાન પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા સાથે સંબંધિત એક CCTV વીડિયો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ સીસીટીવી ફૂટેજ ત્યાંના પેટ્રોલ પંપનો છે. જેમાં સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના બે શકમંદો કથિત રીતે બોલેરો કારમાં હતા. હત્યા માટે હુમલાખોરોએ આ જ વાહનનો ઉપયોગ કર્યો હોવાની આશંકા છે. આ ફૂટેજ ફતેહાબાદના બિસલા ગામમાં સ્થિત પેટ્રોલ પંપમાંથી મળી આવ્યા હોવાનું માનવામાં આવે છે, જ્યાં શકમંદોએ વાહનમાં પેટ્રોલ ભરાવ્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati