જૂનાગઢમાં લમ્પી વાયરસ પ્રસર્યો, 117 પશુમાં લમ્પી વાયરસનું સંક્રમણ

લમ્પી વાયરસ જૂનાગઢ (Junagadh) જિલ્લામાં પણ દેખાયો છે, જૂનાગઢના 3 તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, જિલ્લામાં પશુપાલન વિભાગની 11 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયા (Maliya) સહિતના ત્રણ તાલુકામાં પશુઓમાં થતા લમ્પી વાયરસના લક્ષણો મળી આવ્યા છે.

જૂનાગઢમાં લમ્પી વાયરસ પ્રસર્યો, 117 પશુમાં લમ્પી વાયરસનું સંક્રમણ
Lumpy virus spread in Cattle (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 11:52 PM

ગુજરાતના અનેક તાલુકા મથકોમાં પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ વધ્યુ છે. ત્યારે આ લમ્પી વાયરસ જૂનાગઢ (Junagadh) જિલ્લામાં પણ દેખાયો છે, જૂનાગઢના 3 તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં પશુપાલન વિભાગની 11 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયા (Maliya) સહિતના ત્રણ તાલુકામાં પશુઓમાં થતાં લમ્પી વાયરસના લક્ષણો મળી આવ્યા છે, 117 પશુઓમાં આ લક્ષણો મળી આવતા પશુપાલકોમાં ભય ફેલાયો છે. જિલ્લાના ત્રણ તાલુકાના નવ ગામોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલન વિભાગ હરકતમાં આવી ગયો છે અને સૌથી વધુ માળિયામાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા પશુઓને સુરક્ષિત કરવા માટે રસીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં પશુપાલન વિભાગની 11 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે રસીકરણની કામગીરી પણ કરવામાં આવી રહી છે. હજી સુધી લમ્પી વાયરસને કારણે એક પણ પશુનું મોત થયુ નથી.

ગુજરાતના 14 જિલ્લાઓના અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન ખાતાના 152 પશુચિકિત્સા અધિકારીઓ અને 438 પશુધન નિરિક્ષકો દ્વારા સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે અને વિશેષ પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા વધારાના 267 આઉટસોર્સડ પશુચિકિત્સકોને સેવા લીધી છે. લમ્પી વાયરસના (Lumpy Virus) લીધે 990 પશુઓના અત્યાર સુધી મૃત્યુ થયા છે. તેમજ અત્યાર સુધી 37,121 પશુઓને સારવાર આપવામાં આવી છે.

આ અંગે ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. કૃષિ અને પશુપાલન મંત્રી એ ઉમેર્યું કે રાજ્યમાં આ રોગનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને આ રોગના નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે જણાવાયું હતું, જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાલ ચાલી રહી છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

લમ્પી સ્કીન ડીસીઝ રાજયના કુલ 14 જિલ્લાઓમાં ફેલાયો

મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે લમ્પી સ્કીન ડીસીઝ રાજ્યના કુલ 14 જિલ્લાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળ્યો છે. હાલના સમયમાં રાજ્યમાં કુલ આટલા જિલ્લાઓમાં દૂધાળા પશુઓમાં લમ્પી વાઈરસ ફેલાયો છે.

  • કચ્છ
  • જામનગર
  • દેવભુમિ દ્વારકા
  • રાજકોટ
  • પોરબંદર
  • મોરબી
  • સુરેન્દ્રનગર
  • અમરેલી
  • ભાવનગર
  • બોટાદ
  • જુનાગઢ
  • ગીર સોમનાથ
  • બનાસકાંઠા
  • સુરતમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">