Junagadh: વિસાવદરના ખેડૂતોએ ખેત ઉત્પાદક સહકારી મંડળીની કરી સ્થાપના, 306 ખેડૂતો 4 હજાર વિઘામાં તૈયાર પાકનું કરશે વેચાણ

સિઝનમાં ભાવ તોડવાની વેપારીઓની રમત સામે જુનાગઢના (Junagadh) વિસાવદરના 306 ખેડૂતોએ ખેત ઉત્પાદક સહકારી મંડળી બનાવી છે. જેમાં ચાર હજાર વિઘા જમીનમાં ખેતી કરીને પોતાની ઉપજનો પોતે જ વેપાર કરશે અને ખેડૂતો તેમજ ગ્રાહકને થશે.

Junagadh: વિસાવદરના ખેડૂતોએ ખેત ઉત્પાદક સહકારી મંડળીની કરી સ્થાપના, 306 ખેડૂતો 4 હજાર વિઘામાં તૈયાર પાકનું કરશે વેચાણ
junagadh: Visavadar farmers set up farm producer co-operative society
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 7:13 PM

જૂનાગઢ (Junagadh) જિલ્લાના વિસાવદર તાલુકાના 306 ખેડૂતોએ (Farmers) મળીને ખેત ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરી છે. મંડળીનો ઉદ્દેશ છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકોને વાજબી ભાવે ખેત ઉત્પાદન વસ્તું મળે. વિસાવદર (Visavadar) પંથકના 306 ખેડૂતો 4 હજાર વિઘા જમીનમાં ખેતી કરીને પાકનું વેચાણ પણ પોતાની જ મંડળી દ્વારા કરશે. યાર્ડમાં વચેટિયાઓ ખેડૂતો અને ગ્રાહકોનો નફો હજમ કરી જાય છે. વેપારીઓની સંગ્રહખોરી અને નફાખોરીથી બચવા માટે પણ આ મંડળી પોતાની રીતે પોતાની જણસ સીધી જ બજારમાં જ વેચશે.

સીઝનમાં ભાવ તોડવાની વેપારીઓની રમત સામે જુનાગઢના વિસાવદરના 306 ખેડૂતોએ ખેત ઉત્પાદક સહકારી મંડળી બનાવી છે. જેમાં ચાર હજાર વિઘા જમીનમાં ખેતી કરીને પોતાની ઉપજનો પોતે જ વેપાર કરશે અને ખેડૂતો તેમજ ગ્રાહકને થશે. ફાયદારૂપ આ ખેત ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન નાગજીભાઈ ભાયાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા સહિયારી ખેતી અને સહિયારો વેપાર કરવાના ઈરાદા સાથે ખેડૂતો દ્વારા જ પોતાની મંડળી બનાવવામાં આવી છે. કારણ કે હાલના સમયમાં ખેડૂતો તેમજ ગ્રાહકને લૂંટવામાં આવે છે. વચેટિયા ખેડૂતો તેમજ ગ્રાહકનો નફો પોતે જ હજમ કરી જાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ખેત ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન નાગજીભાઈ ભાયાણીએ વધુમાં જણાવ્યું કે વિસાવદર તાલુકા ખેત સહકારી મંડળી લિમિટેડ નામથી કંપનીની સ્થાપના કરવામાં આવી છે. 306 ખેડૂતોને આ કંપનીના સભાસદ એટલે કે શેરહોલ્ડર બનાવવામાં આવ્યા છે. છ મહિના રાતદિવસ એક કરનારા ખેડૂતોને હવે વચેટિયા છેતરી ના જાય. વેપારીઓની સંગ્રહખોરી અને નફાખોરીથી બચવા માટે પણ આ મંડળી પોતાની રીતે સીધો બજારમાં જ વેપાર કરશે.

ખેત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા પાકનું શોર્ટિંગ, કલીનીંગ અને ગ્રેડિંગ તથા પેકિંગ કરવાની કામગીરી કરાશે. તેમજ બ્રાન્ડિંગનું આયોજન કરી વેલ્યુએડિશન પણ કરવામાં આવશે. 306 ખેડૂતોની જમીનમાં જુદા-જુદા એકમો અને પેકિંગ માટેના શેડ તૈયાર કરાશે. આ માટે સેલ્સ એક્ઝિક્યુટીવ્સની ટીમ પણ તૈયાર કરાશે. આમ આ મંડળી ખેડૂતોની જણસના વેચાણનું પુરી રીતે માર્કેટિંગ પણ કરશે.

નાગજી ભાયાણીનું કહેવું છે કે નવી સ્થપાયેલી કંપની તેમના દરેક ખેડૂતોનો માલ લઈને માલને વેરહાઉસમાં પણ મૂકશે. સાથે જ ખેડૂતોને મદદરૂપ થવા અને મંડળીને સહાયતા બનવા માટે સરકાર દ્વારા પણ જે આર્થિક મદદ કરવામાં આવી છે તે બાબતે નાગજીભાઈ ભાયાણીએ સરકારનો આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ Kheda: ગોબલજ ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ ન કરવાની ધમકી, 4 સામે એટ્રોસિટીની ફરિયાદ

આ પણ વાંચોઃ ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">