JUNAGADH : પ્રસિદ્ધ ગીરનાર પર્વત પર ગીરનાર રોપવે (Girnar ropeway)છેલ્લા 3 દિવસથી બંધ છે અને આજે ચોથો દિવસ છે. ગીરનાર પર્વત પર ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે (Girnar ropeway) બંધ કરવામાં આવ્યો છે. ગીરનાર પર્વત પર પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી સહ્રું કરવામાં આવશે. ગીરનાર રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ચોમાસાની ઋતુને કારણે ગીરનાર પર્વતની લીલોતરી અને સુંદરતા લોકોને આકર્ષી રહી છે, પણ રોપવે બંધ હોવાથી પ્રવાસીઓ આ આનંદ માણી શકતા નથી.
આ પણ વાંચો : GANDHINAGAR : શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ની સામાયિક કસોટીમાં ફેરફાર કરાયો