JUNAGADH : ઓછા વરસાદને કારણે ખેડૂતોએ વાવેતરમાં બદલાવ કર્યો, મગફળી કરતા આ વર્ષે કપાસને પાકને અપાયું પ્રાધાન્ય

ગત વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ વાવેતર અને ઉત્પાદન થયું ત્યારે ચાલુ વર્ષે ખેડૂતો મગફળીના બદલે કપાસના વાવેતરને પ્રાધાન્ય આપી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 6:54 PM

JUNAGADH : સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદના લીધે ખેડૂતોએ વાવેતરમાં બદલાવ કર્યો છે. જ્યાં ગત વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ વાવેતર અને ઉત્પાદન થયું ત્યારે ચાલુ વર્ષે ખેડૂતો મગફળીના બદલે કપાસના વાવેતરને પ્રાધાન્ય આપી રહ્યા છે. ગત વર્ષે કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવના કારણે ખેડૂતોએ કપાસનું વાવેતર ઓછું કર્યું હતું. ચાલુ વર્ષે રાજ્યભરમાં 25 લાખ હેક્ટરથી પણ વધુ જમીનમાં કપાસનું વાવેતર થશે અને કપાસની ડિમાન્ડ વધારે રહેશે એવું કૃષિ તજજ્ઞો જણાવી રહ્યા છે.

હાલ કપાસમાં કોઈ રોગ કે ઈયળનો ઉપદ્રવ નથી જોવા મળ્યો અને બજારમાં ભાવ પણ સારા છે. કપાસનો ભાવ હાલ પ્રતિ કિલોના 1600 થી 1700 રૂપિયા સુધીનો છે. જે હજુ પણ વધારે રહેવાની કૃષિકારો આશા સેવી રહ્યા છે. જ્યારે ચાલુ વર્ષે મગફળીના પાકમાં ઉતારા નહિવત રહેશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">