JUNAGADH : કેશોદના ખીરસરા ગામે જર્જરીત ઓવરહેડ ટાંકી જમીનદોસ્ત, જુઓ Exclusive CCTV દૃશ્યો

કેશોદના ખીરસરા ગામે જર્જરીત ઓવરહેડ ટાંકી અચાનક જમીનદોસ્ત થઇ હતી. આશરે 40 વર્ષ જુની આ ટાંકી હતી. જુઓ એક્સક્લુઝીવ સીસીટીવી ફુટેજ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 8:20 PM

JUNAGADH : કેશોદના ખીરસરા ગામે જર્જરીત ઓવરહેડ ટાંકી અચાનક જમીનદોસ્ત થઇ હતી. આશરે 40 વર્ષ જુની આ ટાંકી હતી. જેમાં 1.5 લાખ લીટર પાણીનો સંગ્રહ થઇ શકતો હતો. આ ઓવરહેડ ટેંક તંત્રની બેદરકારીનો આખરે ભોગ બની હતી. આ અંગે ગામલોકોએ અનેક રજુઆતો કરી હતી. પરંતુ, તંત્રના બહેરા કાને લોકોની રજુઆત સંભળાઇ ન હતી. ત્યારે આખરે આ જર્જરિત ટાંકી અચાનક જમીનદોસ્ત થઇ હતી. જેના લાઇવ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. આ પાણીની ટાંકીની બાજુમાં આવેલી દુધની ડેરીના બાંધકામને નુકસાન પહોંચ્યું છે. જોકે ઘટનાની જાણ થતા જ તંત્રના અધિકારીઓ તાબડતોબ પહોંચી ગયા હતા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">