જૂનાગઢના માળિયામાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર બન્યા દેવદૂત, પ્રસૂતા અને નવજાતને સત્વરે અપાવી સારવાર

જૂનાગઢમાં (Junagadh)પ્રસૂતાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતા સમયે બાળકનો જન્મ થવા લાગ્યો હતો, આ સમયે એમબ્યુલન્સના ડ્રાઇવરે 108નો સંપર્ક કરતા બાળકનો જન્મ કરાવી તેને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવામાં આવ્યા હતા.

જૂનાગઢના માળિયામાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર બન્યા દેવદૂત, પ્રસૂતા અને નવજાતને સત્વરે અપાવી સારવાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 1:57 PM

જૂનાગઢ (Junagadh)જિલ્લાના માળીયા તાલુકામાં મહિલાને સાતમા મહિને જન્મેલા નવજાતને  (New Born baby) શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એમ્બ્યુલન્સમાં (Ambulance)માં તેની હાલત નાજુક થઈ જતા  108ના એમ્બ્યુલન્સના સ્ટાફે તેને સારવાર આપીને તેના બંધ થતા શ્વાસોઉચ્છવાસ ચાલુ કરાવ્યા હતા.

જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં રહેતા કારીંભડાના નિમુબેન વાલજીભાઈ સગર નામની મહિલાને સાતમા મહિને પ્રસૂતિની પીડા ઉપડી હતી. નિમુબેન છઠ્ઠી વાર ગર્ભવતી બન્યા હતા. જોકે અધૂરાં મહિને તેમને પ્રસૂતિની પીડા ઉપડતા માળિયાના સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં પ્રસૂતિ થઈ શકે તેમ ન હોવાથી તેમજ બાળક અને માતા બંનેની પરિસ્થિતિ જોખમી જણાતા ડોક્ટરે તેમને જૂનાગઢની હોસ્પિટલમાં રિફર થવા માટે જણાવ્યું હતું. જે પ્રસૂતા માતાને જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે માણેકવાડા પહોંચતા જ બાળકનો જન્મથવાની શરૂઆત થઈ ગઈ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ સમયે સમયસૂચકતા દાખવતા એમબ્યુલન્સના પાઇલટ(ડ્રાઇવરે) 108ની મદદ લીધી હતી અને તેઓ ગણતરીના સમયમાં વંથલની  108ની ટીમ પાસે પહોંચી ગયા હતા. એમબ્યુલન્સના પાઇલટે ફોન કરીને 108ની મદદમાગતા 108ની ટીમના ડો. હર્ષાબેન વાજા તથા પાયલોટ હિતેન્દ્રભાઇએ પ્રસૂતાની સારવાર કરવાનું શરૂ કર્યું હતું . જોકે તે સમયે માતાની હાલત વધુ નાજુક થઈ રહી હતી. આ સમયે બાળકના ધબકારા પણ બંધ જણાયા હતા. આથી તેને ઓક્સિજન CPR આપવામાં આવ્યા હતા. સાથે જ BVM અને ઇમર્જન્સી રિસ્પોન્સ સેંટરના ફિઝીશ્યનની સલાહ અનુસાર દવાઓ આપવામાં આવી હતી. જેને પગલે બાળકનું હ્દયય ધબકવા લાગ્યું હતુ. બાળકને કુત્રિમ શ્વાસોશ્વાસ આપી વધુ સારવાર માટે બાળોકની હોસ્પિટલમાં તેમજ માતાને સિવીલ હોસ્પિટલ સારવાર માટે જૂનાગઢમાં ખસેડવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">