જુનાગઢ : કૃષિ સહાય પેકેજ મામલે ખેડૂતોમાં રોષ, નુકશાની સર્વેમાં વંથલીના માત્ર 6 ગામોનો સમાવેશ

સરકારના કૃષિ સહાયના નિર્ણયને કિસાન સંઘે આવકાર્યો છે. પરંતુ કૃષિ સંઘના પ્રમુખે સહાયને નુકસાનીના સાપેક્ષમાં ખુબ જ ઓછી ગણાવી છે. અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 33થી 70 ટકા જેટલું નુકસાન થયુ હોવાનું જણાવ્યું છે. એવામાં પ્રધાનમંત્રી પાક વિમા યોજના અનુસાર વળતર આપવા સરકાર સમક્ષ માગ કરી છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Oct 20, 2021 | 4:41 PM

સરકારના કૃષિ પેકેજ મામલે ક્યાક રાહત તો ક્યાક રોષ જોવા મળ્યો છે. જુનાગઢના વંથલી તાલુકાના 52 પૈકી માત્ર 6 ગામોનો સમાવેશ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. વંથલીના મોટાભાગના ગામમાં 100 ટકા નુકસાન થયું હોવા છતા માત્ર 6 ગામનો સમાવેશ થયો હોવાનો ગ્રામલોકોનો આક્ષેપ છે. જેને લઈ અન્ય ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે. કોયલી, નાંદરખી સહીત નદી કાંઠાના ગામોનો સમાવેશ ન કરાતા ખેડુતો ચિંતાતુર થયા છે. તેમજ સહાય જાહેરાત કરાઇ છે તેને ખેડુતોએ એક મજાક સમાન ગણાવી છે.

નોંધનીય છેકે આ વરસે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે ખાસ્સુ નુકસાન થયું છે. અને, જે મામલે સરકારે રાહત પેકેજની જાહેરાત પણ કરી છે. અને, આ મામલે હાલ માત્ર 4 જિલ્લામાં જ સર્વેની કામગીરી થઇ રહી છે. જેમાં અનેક ગામોનો સમાવેશ કરાયો છે. તો કેટલાક ગામોમાં હજુ સર્વેની પણ કામગીરી થઇ રહી નથી. જેને લઇને નારાજગી વ્યાપી છે.

સરકારના કૃષિ સહાયના નિર્ણયને કિસાન સંઘે આવકાર્યો છે. પરંતુ કૃષિ સંઘના પ્રમુખે સહાયને નુકસાનીના સાપેક્ષમાં ખુબ જ ઓછી ગણાવી છે. અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 33થી 70 ટકા જેટલું નુકસાન થયુ હોવાનું જણાવ્યું છે. એવામાં પ્રધાનમંત્રી પાક વિમા યોજના અનુસાર વળતર આપવા સરકાર સમક્ષ માગ કરી છે.

આ પણ વાંચો : વડોદરા : બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડયા, શાંતિ માર્ચ યોજી કલેક્ટરને આવેદન અપાયું

આ પણ વાંચો : T20 World Cup 2021 : વિરાટ કોહલી બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ તેની જાહેરાત કરવામાં આવશે

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati