જુનાગઢ તુવેર કૌભાંડમાં ખૂલ્યા સાત આરોપીઓના નામ

સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કૌભાંડના પડઘા હજુ તો શમ્યા નથી. ત્યાં ફરી હવે ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરમાં મોટું કૌભાંડ થયું છે. આ કૌભાંડની આશંકા ત્યારે ગઈ જ્યારે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી સારી તુવેરને હલકી ગુણવત્તાની કહીને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. જુનાગઢના કેશોદ માર્કેટયાર્ડ કે જેમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી 5 ટ્રક તુવેર હલકી […]

જુનાગઢ તુવેર કૌભાંડમાં ખૂલ્યા સાત આરોપીઓના નામ
Follow Us:
| Updated on: Apr 25, 2019 | 5:54 AM

સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કૌભાંડના પડઘા હજુ તો શમ્યા નથી. ત્યાં ફરી હવે ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરમાં મોટું કૌભાંડ થયું છે.

આ કૌભાંડની આશંકા ત્યારે ગઈ જ્યારે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી સારી તુવેરને હલકી ગુણવત્તાની કહીને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. જુનાગઢના કેશોદ માર્કેટયાર્ડ કે જેમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી 5 ટ્રક તુવેર હલકી ગુણવત્તાની છે તેવુ કહીને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. એક સાથે 5 ટ્રક તુવેર રિજેક્ટ થતાં સ્થાનિક ખેડૂતો અને ખેડૂત હિતરક્ષક સમિતિએ મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

તેમનો આક્ષેપ છે કે સારી ગુણવત્તાની તુવેર સાથે હલકી ગુણવત્તાની તુવેરની ભેળસેળ કરવામાં આવી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે ટેકાના ભાવે ખરીદીમાં જેમણે કૌભાંડ આચર્યું છે તેવા લોકોને સ્થાનિક તંત્ર અને સરકાર છાવરી રહી છે.

આ તુવેર કૌભાંડમાં જિલ્લા પુરવઠા મામલતદારની પ્રાથમિક તપાસ દરમિયાન સાત આરોપીઓના નામ ખૂલ્યા છે. નિગમના આસિસ્ટન્ટ ઈન્ચાર્જ જે.બી. દેસાઈ અને કિસાન સંઘના પ્રમુખ કાનાભાઈનું નામ ખૂલ્યું છે. ત્યારે બે મજૂર મુકાદમ જયેશ ભારતી અને હિતેશ મકવાણાની સંડોવણી બહાર આવી છે.

જ્યારે બે વેપારીઓ ભરત વઘાસિયા અને જિગ્નેશ બોરિચાનું નામ પણ સામે આવ્યું છે. જિલ્લા પુરવઠા મામલતદારના કહેવા મુજબ હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">