ગિરનાર રોપ-વેનું લોકાર્પણ, સ્થાનિકોને મળશે રોજગારી, પ્રવાસન વિભાગને થશે કરોડોની આવક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ગિરનાર રોપ-વે યોજનાનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ રોપ-વે યોજના થકી ગુજરાત ટુરિઝમને વેગ મળશે. શું છે રોપ-વેની ખાસિયત અને પ્રવાસીઓને ખિસ્સા કેવી રીતે થશે ખાલી. જાણવા આગળ વાંચો. ઉષા બ્રેકો નામની કંપનીએ એશિયોનો સૌથી લાંબો અને મોટો ગિરનાર રોપ-વે તૈયાર કર્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેરની છે. એક […]

ગિરનાર રોપ-વેનું લોકાર્પણ, સ્થાનિકોને મળશે રોજગારી, પ્રવાસન વિભાગને થશે કરોડોની આવક
Follow Us:
| Updated on: Oct 24, 2020 | 2:46 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ગિરનાર રોપ-વે યોજનાનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. આ રોપ-વે યોજના થકી ગુજરાત ટુરિઝમને વેગ મળશે. શું છે રોપ-વેની ખાસિયત અને પ્રવાસીઓને ખિસ્સા કેવી રીતે થશે ખાલી. જાણવા આગળ વાંચો.

ઉષા બ્રેકો નામની કંપનીએ એશિયોનો સૌથી લાંબો અને મોટો ગિરનાર રોપ-વે તૈયાર કર્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેરની છે. એક દિવસમાં 8 હજાર પ્રવાસીઓની રોપ-વે વહનની ક્ષમતા ધરાવે છે. રોપ–વે પ્રોજેક્ટ માટે કુલ 9 ટાવર બનાવાયા છે. ગ્લાસ ફલોરની કેબિનમાં એકસાથે 8 લોકો બેસવાની ક્ષમતા ધરાવે છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

પ્રવાસીઓએ આ સેવાના બદલામાં રિટર્ન ટિકિટ માટે 750 રૂપિયા ખર્ચવા પડશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રોપ-વેનું એક તરફનું 450 રૂપિયા ભાડું રાખવામાં આવે તેવી શક્યતા છે. તે સિવાય જો મંદિરે રોકાવાનું થાય તો ભાડામાં 100 રૂપિયાનો વધારો થશે. હવે આપણે પ્રવાસન વિભાગને રોપ-વે થકી કેટલી આવક થશે તે જાણવા આગળ વાંચો.

દિવસના 8 હજાર પ્રવાસીઓ અને પ્રત્યેક વ્યક્તિ ટિકિટ દર 750 રૂપિયા લેખે ગણતરી કરતા દરરોજની 60 લાખ રૂપિયાની આવકનો અંદાજ છે. આમ, પ્રવાસીઓ માટે મોંઘી યોજના થકી પ્રવાસન ઉદ્યોગને કરોડોની આવક થશે. આમ, રોપ-વેની મજા માણવી પ્રવાસીઓ માટે મોંઘી સાબિત થશે. પરંતુ, સ્થાનિક રોજગારીમાં વધારો થશે તે નક્કી છે.

જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકાર્પણના કાર્યક્રમ બાદ પણ નાગરિકો રોપ-વે સેવાનો લાભ નહીં શકે. અને, સ્થાનિકોને આ સેવાના ઉપયોગ માટે વધુ 10 દિવસની રાહ જોવી પડશે.

ગિરનાર રોપ વે પ્રોજેક્ટનું 2007માં ખાતમૂહુર્ત થયું હતું. જોકે એક પછી એક પડકારોનો સામનો કર્યા બાદ હવે ગિરનાર રોપ-વે બનીને તૈયાર છે. ગિરનાર સિંહદર્શન માટે આવતા પ્રવાસીઓ એશિયાના સૌથી લાંબા રોપ-વેનો નજારો જોવા ઉત્સુક છે. 2.13 કિલોમીટર લાંબી આ રોપ-વે ગુજરાતનું આગવું નજરાણું બની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">