જૂનાગઢના Comedian મુનવ્વર ફારુકીની અભદ્ર ટિપ્પણી બદલ ઇન્દોરમાં ધરપકડ
ગુજરાતના જૂનાગઢના સ્ટેન્ડ અપ Comedian મુનવ્વર ફારુકીની ઇંદૌર પોલીસે ધરપકડ કરી છે. ઇંદૌરમાં આયોજિત કોમેડી શોમાં મુનવ્વર ફારૂકીએ દેવી-દેવતાઓ અને ભાજપ નેતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે ભાજપના ધારાસભ્યના પુત્રએ પોલીસ કેસ કર્યો હતો. જેના પર કાર્યવાહી કરીને પોલીસે મુનવ્વર ફારુકી અને ચાર અન્ય લોકોની ધરપકડ કરી છે. ભાજપ ધારાસભ્યના પુત્ર એકલવ્ય ગૌડે […]
ગુજરાતના જૂનાગઢના સ્ટેન્ડ અપ Comedian મુનવ્વર ફારુકીની ઇંદૌર પોલીસે ધરપકડ કરી છે. ઇંદૌરમાં આયોજિત કોમેડી શોમાં મુનવ્વર ફારૂકીએ દેવી-દેવતાઓ અને ભાજપ નેતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે ભાજપના ધારાસભ્યના પુત્રએ પોલીસ કેસ કર્યો હતો. જેના પર કાર્યવાહી કરીને પોલીસે મુનવ્વર ફારુકી અને ચાર અન્ય લોકોની ધરપકડ કરી છે. ભાજપ ધારાસભ્યના પુત્ર એકલવ્ય ગૌડે જણાવ્યું કે, પહેલા અમે મુનવ્વર ફારુકીના કાર્યક્રમનો વીડિયો બનાવ્યો અને પછી તેને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા. મહત્વનું છે કે, ઇંદૌરમાં આયોજિત કોમેડી શોમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડના પુત્ર તેમના સાથીઓ સાથે દર્શક તરીકે પહોંચ્યા હતા.