જુનાગઢ અને ગીરસોમનાથમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, ગિરનાર પર્વત પરથી વહ્યા ધોધ, સાવજોનાં ટોળા નિકળ્યા જંગલ બહાર

જુનાગઢ અને ગીરસોમનાથમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, ગિરનાર પર્વત પરથી વહ્યા ધોધ, સાવજોનાં ટોળા નિકળ્યા જંગલ બહાર
http://tv9gujarati.in/junagadh-and-gir…jo-ekaryo-shikar/

જૂનાગઢ અનેગીરસોમનાથ વિસ્તારમા હાલમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને લઈને એવા અદુભૂત પ્રકૃતિનાં દ્રશ્યો સામે આવી રહ્યા છે જેને લઈને સ્થાનિક લોકો અને પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. વાત ગિરનાર પર્વત ઉપર પડેલા ભારે વરસાદની કરીએ તો ગિરનાર પર્વત પર વરસાદના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને પગથિયાં ઉપર વરસાદી પાણીના ધોધ વહેતા જોવા મળ્યા. જાણે કોઈ હિલ સ્ટેશનનાં દ્રશ્યો હોય તેમ વાતાવરણ લાગી રહ્યું છે.

તો ચોમાસા વચ્ચે સાવજો કેમ બાકી રહી જાય, સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જીલ્લામાં એશિયાટિક સિંહોનો દબદબો છે. અહીં ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમા સિંહોની સંખ્યા વધી રહી છે હાલમા ચોમાસુ ચાલી રહ્યું છે અમરેલી જીલ્લાની ધારી અને તુલસીશ્યામ ગીર બોડર નજીક જંગલ વિસ્તાર નજીક પ્રથમ વખત એક સાથે 10 કરતા વધુ સિંહોના ટોળાએ પશુના શિકાર કર્યા અને ગ્રુપ ભોજનની પ્રથમ ઘટના સામે આવી. કેમકે  જ્યારે આટલી સંખ્યા સિંહો ની હોય ત્યારે ઇનફાઈટની ઘટના સામે આવતી હોય છે અને સિંહો વચ્ચેના ઘર્ષણમા સિંહો ઘાયલ થતા હોય છે શિકારની મિજબાનીની આ પ્રથમ ઘટના એવી સામે આવી છે.

સામે આવેલા એક વિડિયોમાં જે પ્રકારનાં દ્રશ્યો સામે આવ્યા છે તે મુજબ એક પાણીનાં ખાડામાં સિંહોએ શિકાર કરી લીધો છે અને પાણીમાં જ સિંહો શિકારની મજા લઈ રહ્યા છે. ફોરેસ્ટ વિભાગનાં સૂત્રો પાસે થી મળતી વિગતો મુજબ આવી ઘટના ભાગ્યેજ જોવા મળતી હોય છે પરંતુ આ શિકાર એવો કરાયો છે કે જેમાં તમામનાં પેટ ભરાયેલા હોય તેમ લાગી રહ્યું છે.  સામુહિક વન ભોજનના શિકારનો વિડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયો છે સાથે સાથે ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા વિસ્તારનો રેવન્યુ વાડી વિસ્તારમાં નો પણ એક વિડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયો છે જે વિડીયો 2 દિવસ પહેલાનો મનાય રહ્યો છે અને ચાલુ વરસાદે સિંહો વાડી વિસ્તારમાંથી પસાર થાય છે જોકે દ્રશ્યોમાં સિંહો વરસાદમા નાહવાની મજા માણી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati