જે લોકો માટે ઈયરફોન તેમના બીજા કાન છે તે લોકો આ ખાસ લેખ વાંચે, ઈયરફોન તમને આ દિશામાં ધકેલી રહ્યું છે

  • Updated On - 10:44 am, Tue, 19 January 21 Edited By: Pinak Shukla
જે લોકો માટે ઈયરફોન તેમના બીજા કાન છે તે લોકો આ ખાસ લેખ વાંચે, ઈયરફોન તમને આ દિશામાં ધકેલી રહ્યું છે

આજકાલ લોકો મોબાઈલનો સૌથી વધારે ઉપયોગ કરે છે. જોકે વાત કરવા માટે કે પછી સંગીત સાંભળવા માટે ઈયરફોનનો ઉપયોગ કરવાવાળા લોકોની સંખ્યા પણ સૌથી વધારે છે. પણ શું તમે જાણો છો કે ઈયરફોનના વધારે પડતા ઉપયોગથી તમને સાંભળવામાં સમસ્યા, ઇન્ફેક્શન અને કાનમાં દુઃખાવા જેવી ફરિયાદ પણ થઈ શકે છે.

જેનાથી બચવા માટે કેટલાક ઉપાયો કામ લાગી શકે છે.

1). ઈયરફોનમાં મોટેથી સંગીત સાંભળતી વખતે કાનના પરદાને નુકશાન પહોંચે છે અને સાંભળવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. જો તમે ઈયરફોનનો ઉપયોગ કરતા હોવ તો ગેજેટનો વોલ્યુમ 40 ટકા જેટલો જ રાખો.
2). જો ઈયરફોન લગાવીને કલાકો સુધી કામ કરવું જ પડે તેમ હોય તો દર કલાકે પાંચ-દસ મિનિટ માટે ઈયરફોન બહાર કાઢીને કાનોને આરામ આપો.


3). આજકાલ ઈયરફોન કાનની અંદર સુધી જાય છે. જે સારી રીતે સાફ નહીં કરવાના કારણે સંક્રમણનો ખતરો વધી શકે છે. જેથી તેને વાપરતા પહેલા ઈયરફોનને સેનીટાઇઝરથી સાફ કરવાનું ન ભૂલો.
4). ઓનલાઈન મીટીંગમાં હેડફોનનો ઉપયોગ કરો તેનાથી કાનને આરામ મળશે અને સંક્રમણનો ખતરો પણ નહીં રહે.


5). જો નોકરી એવી હોય કે ઓફિસ પછી પણ ફોન પર વાત કરવી જરૂરી હોય તો ઈયરફોન કે મોબાઈલને કાન પર રાખીને વાત કરવા કરતાં મોબાઈલને સ્પીકર પર રાખીને વાત કરો.
6). હંમેશા સારી કંપનીના ઈયરફોનનો જ ઉપયોગ કરો. સાથે જ એ પણ ચકાસી લો કે ઈયરફોનના આકારથી કાનમાં કોઈપણ રીતે દુખાવો ન થાય.
7). પ્રવાસ દરમ્યાન લોકો ઘોંઘાટથી બચવા માટે ઈયરફોનને ફૂલ વોલ્યુમ પર રાખીને મોટા અવાજે ગીતો સાંભળે છે. જેથી તેઓને બહારનો અવાજ તો નથી આવતો પણ નજીકના અવાજથી તેમને સૌથી વધુ નુકશાન થાય છે.