જયંતી ભાનુશાળી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ કરાવી હત્યા, જુઓ VIDEO અને જાણો કેમ કરાઈ આ હત્યા ?

ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ હત્યાના મુખ્ય કાવતરાખોર તરીકે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના નામનો ખુલાસો થયો છે. જયંતી ભાનુશાળીની થોડા દિવસ પહેલા જ સયાજી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે આજનું રાશિફળ […]

જયંતી ભાનુશાળી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ કરાવી હત્યા, જુઓ VIDEO અને જાણો કેમ કરાઈ આ હત્યા ?
Follow Us:
| Updated on: Jan 24, 2019 | 12:33 PM

ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ હત્યાના મુખ્ય કાવતરાખોર તરીકે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના નામનો ખુલાસો થયો છે.

જયંતી ભાનુશાળીની થોડા દિવસ પહેલા જ સયાજી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

સીઆઈડી ક્રાઇમના એડીજી અજય તોમરે આ કેસની સમગ્ર તપાસ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે જેના મુજબ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી જ જયંતી પટેલની હત્યાના મુખ્ય કાવતરાખોર છે.

જોકે છબીલ પટેલ વિદેશ ભાગી છૂટ્યો છે અને મનીષા ગોસ્વામી પણ પોલીસના હાથ લાગી નથી.

પોલીસે જણાવ્યું કે જયંતીની હત્યાનું કાવતરું છબીલ અને મનીષાએ ભેગા મળીને રચ્યુ હતું. હાલમાં નીતિન પટેલ અને રાહુલ પટેલ નામના બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. જયંતી ભાનુશાળીને ગોળીથી મારનાર આરોપીઓ શશિકાંત અને શેખ અશરફ છે. નીતિન પટેલ અને રાહુલ પટેલે શશિકાંત અને શેખ અશરફને છબીલ પટેલ ફાર્મ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.

જયંતી ભાનુશાળીની હત્યા પૈસાની લેતી-દેતી અને રાજકીય વર્ચસ્વની લડાઈ હેઠળ થઈ. થોડા દિવસ પહેલા જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામીના અંતરંગ સેક્સ કાંડ ગાજ્યુ હતું. ત્યારથી મનીષા જયંતી ભાનુશાળીને બ્લૅકમેલ કરી રહી હતી, તો છબીલ પટેલને રાજકીય રીતે જયંતી ભાનુશાળી નડી રહ્યા હતાં. એટલે છબીલ અને મનીષાએ ભેગા મળી જયંતીને રસ્તાથી હટાવી દેવાનું કાવતરું રચ્યું.

પોલીસના જણાવ્યા મુજબ આ બંને હત્યારાઓ શશિકાંત ઉર્ફે ભીટિયા દાદા કામલે તથા શેખ અશરફ અનવર ભચાઉથી ટ્રેનમાં બેઠા હતા. ટ્રેનના કર્મચારીએ તેમની શંકાસ્પદ હિલચાલ વિશે પુછતાં હત્યારાઓએ જણાવ્યું કે અમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે. ત્યાર બાદ આ બંનેએ ભાનુશાળી જે કોચમાં બેઠા હતા તેનો દરવાજો ખટખટાવ્યો હતો. ભાનુશાળીએ જેવો દરવાજો ખોલ્યો, બંને હત્યારા બળજબરીપૂર્વક કોચમાં ઘુસી ગયા હતા. ભાનુશાળી અને હત્યારા વચ્ચે થોડી મારામારી થઈ હતી અને ત્યાર બાદ હત્યારાઓએ ભાનુશાળીને ગોળીથી ઠાર માર્યા હતા.

સાંભળો શું કહ્યું પોલીસે ? 

[yop_poll id=787]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">