Reliance Industries: મુકેશ અંબાણીનું ગુજરાતને વચન, 400 બેડ સાથેની કોવિડ હોસ્પિટલ 4 દિવસમાં ઉભી કરશે, કુલ 1000 બેડની સુવિધા ઊભી કરાશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી રવિવાર સુધીમાં ૪૦૦ બેડની તેમજ ત્યાર બાદ બનતી ત્વરાએ એકાદ સપ્તાહમાં વધુ ૬૦૦ બેડ સાથે એમ કુલ ૧૦૦૦ બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત કરશે

Reliance Industries: મુકેશ અંબાણીનું ગુજરાતને વચન, 400 બેડ સાથેની કોવિડ હોસ્પિટલ 4 દિવસમાં ઉભી કરશે, કુલ 1000 બેડની સુવિધા ઊભી કરાશે
Jamnagar: Reliance Industries to set up Covid Hospital with 1000-bed capacity-oxygen supply system
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 28, 2021 | 5:12 PM

Jamnagar : કોરોના મહામારીએ માઝા મૂકી છે ત્યારે કોરોના દર્દીઓ હોસ્પિટલમાં બેડ અને ઑક્સીજન માટે રીતસર વલખાં મારી રહ્યા છે. સાથે સાથે પીડિતોના પરિવારજનોની પણ પરીક્ષા લેવાઈ રહી છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં બેડ અને ઑક્સીજનની અછત વચ્ચે જામનગરથી રાહતના એક મોટા સમાચાર આવ્યા છે.

ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) સાથે વાતચીત કરીને જામનગરમાં ૧૦૦૦ બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. જે અનુસંધાને તુરંત જ પ્રતિસાદ મળતા ૪૦૦ બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ આગામી રવિવાર સુધીમાં કાર્યરત કરી આપવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને મુખ્યપ્રધાન સમક્ષ તત્પરતા દર્શાવી છે.

મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીને એમ પણ જણાવ્યું કે, આગામી રવિવાર સુધીમાં ૪૦૦ બેડની હોસ્પિટલ તો ઓક્સિજન સુવિધાઓ સાથે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરી દેવાશે ત્યારબાદ વધુ ૬૦૦ બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનું નિર્માણ કાર્ય બનતી ત્વરાએ હાથ ધરીને ૧૦૦૦ બેડની સંપૂર્ણ ક્ષમતા સાથેની હોસ્પિટલ એકાદ સપ્તાહમાં શરૂ કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણતઃ પ્રયાસરત રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પણ વાંચો : Indian Air Force: “હર કામ દેશ કે નામ” સાથે વાયુસેનાએ ઓક્સિજન એરલિફ્ટનો મોરચો સંભાળ્યો, Oxygenનાં જથ્થા સાથે જામનગર પહોચ્યું ગ્લોબમાસ્ટર C-17

Jamnagar: Reliance Industries to set up Covid Hospital with 1000-bed capacity-oxygen supply system

CM VIJAY RUPANI – FILE PHOTO

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનને જણાવ્યું કે આ હોસ્પિટલ માટે જરૂરી માનવબળ પુરૂં પાડવામાં રાજ્ય સરકાર રિલાયન્સને મદદરૂપ બનશે. અન્ય સાધન-સામગ્રી, ઇક્વિપમેન્ટસ અને આનુષાંગિક સુવિધાઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ હોસ્પિટલ માટે ઊભી કરશે.

જામનગરમાં નિર્માણ થનારી રિલાયન્સની હોસ્પિટલ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં મુખ્યમંના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના નેતૃત્વમાં જિલ્લા કલેકટર, તેમજ જિલ્લા વહિવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી રવિવાર સુધીમાં ૪૦૦ બેડની તેમજ ત્યાર બાદ બનતી ત્વરાએ એકાદ સપ્તાહમાં વધુ ૬૦૦ બેડ સાથે એમ કુલ ૧૦૦૦ બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો-લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે.

આ પણ વાંચો : Rajkot: શાપરમાં ઓક્સિજન સિલિન્ડર લેવા આવનારને પોલીસનો ટેકો, મંડપ-પાણીની કરી વ્યવસ્થા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">