Jamnagar: ભર ઉનાળામાં એક સપ્તાહ સુધી વીજળી વિના રહેવુ પડશે, પ્રિમોન્સૂન કામગીરી માટે 6 કલાક સુધી વીજ કાપ

આજથી એટલે કે સોમવારથી શનિવાર સુધી અડધા જામનગરના (Jamnagar) વિવિધ વિસ્તારોમાં વીજ કાપ (Power cut) રહેશે. ત્યારે કાળઝાળ ગરમીમાં સ્થાનિકો એસી, પંખા, કુલર વગર છ કલાક પસાર કરવા વિકટ બની જશે.

Jamnagar: ભર ઉનાળામાં એક સપ્તાહ સુધી વીજળી વિના રહેવુ પડશે, પ્રિમોન્સૂન કામગીરી માટે 6 કલાક સુધી વીજ કાપ
Power cut in Jamnagar
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 23, 2022 | 12:51 PM

જામનગરની (Jamnagar) પ્રજાએ ઉનાળાની (Summer 2022) આકરી ગરમીમાં એક સપ્તાહ સુધી વીજળી (Electricity) વિના રહેવુ પડશે. જામનગર શહેરમાં ફરી એક સપ્તાહ સુધી એક અલગ-અલગ વિસ્તારોમાં વીજકાપ (Power cut) લાદવામાં આવશે. આજથી એટલે કે સોમવારથી શનિવાર સુધી અડધા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ કાપ રહેશે. ત્યારે કાળઝાળ ગરમીમાં સ્થાનિકો એસી, પંખા, કુલર વગર છ કલાક પસાર કરવા વિકટ બની જશે. ચોમાસામાં ભારે પવન અને વરસાદ સમયે વધુ મુશકેલી ના સર્જાય તેની તકેદારીના ભાગ રૂપે અલગ-અલગ વિસ્તારમાં પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવશે. જેના કારણે લોકોએ વીજળી વગર ગરમીમાં દિવસ પ્રસાર કરવો પડશે.

જામનગરના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી., શહેર વિભાગ-1 ના વિસ્તારમાં લાઈન મેઇન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી તથા કોઈપણ જાતના અકસ્માત ન થાય તે માટે વીજ લાઈનની અગત્યની કામગીરી કરવાની હોવાથી વિવિધ જે તે વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થતા નિયત સમયથી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે. સોમવારથી શનિવાર સુધી અલગ અલગ વિસ્તારોમાં વીજકાપ લાગુ થશે.

અલગ અલગ વિસ્તારોમાં આ દિવસે વીજકાપ રહેશે

23 મે સોમવારે સમય 7:00 થી 1:00 સુધી

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

11 કે.વી રણજીત વિલા ફીડર: આંબેડકર ધામ, ,રણજીત વિલા,જી.એમ.બી કવાર્ટર,વિગેરે વિસ્તાર,

24 મે મંગલવારે સમય 7:00 થી 1:00 સુધી

11 કે.વી.ઇન્દીરામાર્ગ ફીડર: ગુરુદ્વાર, સેંટરપોઇંટ, હોટલબંસી, ડો. તન્ના હોસ્પિટલ સહિતના વિસ્તાર તથા અંબર ચોકડીથી ગુરૂદ્વારા ચોકડી તરફ જતા જમણી બાજુએ આવેલા દ્વારકાઘીશ ટ્રાવેલ્સ, હોટલ સેલીબ્રેશન, ચર્ચ વગેરે વિસ્તાર

25 મે બુધવારે સમય 7:00 થી 1:00 સુધી

11 કે.વી. ભીમવાસ ફીડર : ભીમવાસ, બજરંગ ફ્લોર મીલ, ઈન્દીરા સોસા., કોળી સમાજ વાડી, મધુવન સોસા.-1,2, ગંજીવાડો, હાલાર હાઉસ, સ્વામી નારાયણનગર વગેરે વિસ્તાર.

26 મે ગુરુવારે સમય 7:00 થી 1:00 સુધી

11 કે વી પાર્ક કોલોની ફીડર ; ગુલાબ એવન્યુ, શાલીન એપાર્ટમેંટ પાછળ નો વિસ્તાર, એચ.ડી.એફ.સી. બેંક, લક્ષ્મી એપાર્ટમેંટ, એકસિક્સ બેંક, મહાવીર સોસાયટી, જોગર્સ પાર્ક થી ડોમીનોસ પીઝા, ગીતામંદીરની આસપાસનો વિસ્તાર, વી માર્ટ, સામ્રાજ્ય એપાર્ટમેંટ,માણેકરત્ન એપાર્ટમેંટ વગેરે વિસ્તાર.

11 કે.વી વિકાસ ગ્રુહ ફીડર: પટેલ સમાજ પાછળનો વિસ્તાર_ડીકેવી સર્કલથી બુક બોન્ડ ચોકડી સુધીનો વિસ્તાર, ડીકેવી સર્કલથી વિકાસ રોડ પર આરોગ્યકેન્દ્ર સુધીનો વિસ્તાર , આશાપુરા હોટલ, શ્યામલ એપાર્ટમેંટ, આલિશાન એપાર્ટમેંટ, સત્વ એપાર્ટમેંટ, ડીકેવી કોલેજ, વગેરે વિસ્તાર

11 કે.વી સરદાર ભવન ફીડર ; માહિ ડેરી, શાલિન એપાર્ટમેંટ પાસે તથા સામેનો વિસ્તાર.

11 કે.વી ડી.કે.વી ફીડર : એસ.બી.એસ. વાળુ ટી.સી, સિધાર્થ એપાર્ટમેંટ, આશાપુરા હોટલ, સેંટ આંસ સ્કુલ, પટેલ કોલોની શેરી ન. 1 થી 10, રોડ નં. 1., લાઈટ હાઉસ, પાવન ડેરી વિગેરે વિસ્તાર.

27 મે શુક્રવારે સમય 7:00 થી 1:00 સુધી

જેટકો કંપની દ્વારા 66 કે.વી ઢીચડા સબ સ્ટેશનમાં અગત્યની કામગીરી કરવાની હોવાથી નીચે મુજબ ના તમામ ફીડરોના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેવા કે.

11 કેવી સૌરાષ્ટ્ર કેમિકલ ફીડર ; માધાપર ભૂંગા, જોડિયા ભૂંગા અને સૌરાષ્ટ્ર કેમિકલ વિસ્તાર. 11 કે.વી. ઓઇલ મીલ ફીડર: ઓશિયાનીક સોલવંટ, સંજય ઓઇલ કેક,પંકજ ઓઇલ મીલ, ઈન્ટિગ્રેટેડ પ્રોટીન, મહેન્દ્ર ઓઇલ કેક વગેરે..

28 મે શનિવારે સમય 7:00 થી 1:00 સુધી

11 કે.વી સરૂ સેકશન ફીડર :-પોલીસ હેડક્વાર્ટર,,રાજનગર સોસાયટી,,બીના એપાર્ટમેંટ,જી.એમ.બી ઓફીસ, સરૂ સેકસન .રોડ ગોલ્ડન સીટી, વગેરે વિસ્તાર.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">