જામનગરમાં ગુજસીટોકના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

જામનગરમાં ઓક્ટોબર 2020માં 14 લોકો સામે નોંધવામાં આવેલા GUJCTOC કાયદાના એક આરોપી અનીલ ડાંગરિયાની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરમાં ગુજસીટોકના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

જામનગરમાં ઓક્ટોબર 2020માં 14 લોકો સામે નોંધવામાં આવેલા GUJCTOC કાયદામાં એક આરોપી અનીલ ડાંગરિયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ કેસમાં આરોપી ભુમાફિયા જયેશ પટેલના સાગરીત અનિલ ડાંગરિયાની ગુજસીટોકના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી છે. અનિલ ડાંગરિયા પર જયેશ પટેલને નાણાં પહોંચાડવાનો આરોપ છે.

 

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ઓક્ટોબર 2020માં GUJCTOC કાયદા હેઠળ 14 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાંથી 8 આરોપીની પોલીસે તે સમયે ધરપકડ કરી હતી. જ્યારે બાકીના આરોપી નાસતા ફરતા હતા. જે લોકો પર ગુનો નોંધાયો હતો, તેમાં  જામનગરના અગ્રણી બિલ્ડર નીલેશ ટોલીયા, જામનગરના કોર્પોરેટર અતુલ ભંડેરી, જામનગર એલ.સી.બી.ના નિવૃત પોલીસ કર્મચારી વસરામભાઈ આહીર, બિલ્ડર મુકેશ અભંગી, પ્રવિણ ચોવટીયા, જીગર  આડટીયા, અનિલ પરમાર, તેમજ પ્રફુલ પોપટનો સમાવેશ થાય છે.

 

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ દ્વારા અનેક બિલ્ડરો, જમીન મકાનના વ્યવસાયકારોની મિલ્કત હડપ કરી જવાનું કાવતરૂ થોડા સમયથી ચાલી રહ્યું હતું અને આમાં જયેશ પટેલ દ્વારા સ્પે. બેંક બનાવી આવા અગ્રણી વેપારીઓની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. ચોક્કસ ગેંગ દ્વારા અને તેના પ્રતિનિધીઓ દ્વારા લોકોના જમીનોના દસ્તાવેજો તૈયાર કરી લીધા પછી તેનો દુરઉપયોગ કરવામાં ખંડણી માંગવામાં આવતી હતી અને માલીકોને ડરાવી, ધમકાવી ખંડણી ઉઘરાવવામાં આવતી હતી.

 

આ પણ વાંચો: હરિયાણાના 14 જિલ્લામાં 30 જાન્યુઆરી સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ

Click on your DTH Provider to Add TV9 Gujarati