અનોખા પર્યાવરણ પ્રેમી, 16 હજાર વૃક્ષોનુ જતન કરીને એક આખુ પ્રવાસન સ્થળ વિકસાવ્યુ, 18 વર્ષમાં 21 હજાર વૃક્ષનો ઉછેર કર્યો

જામનગરના (Jamnagar) વિઠ્ઠલ મુંગરાએ કુલ 25 હજાર વૃક્ષોના (Trees) ઉછેરનો સંકલ્પ કર્યો છે. જે પૈકી છેલ્લા 18 વર્ષમાં 21 હજાર વૃક્ષોનો ઉછેર કર્યો છે.

અનોખા પર્યાવરણ પ્રેમી, 16 હજાર વૃક્ષોનુ જતન કરીને એક આખુ પ્રવાસન સ્થળ વિકસાવ્યુ, 18 વર્ષમાં 21 હજાર વૃક્ષનો ઉછેર કર્યો
પર્યાવરણ પ્રેમી વિઠ્ઠલ મુંગરાએ કુલ 25 હજાર વૃક્ષોના ઉછેરનો સંકલ્પ કર્યો
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 12, 2022 | 5:00 PM

જામનગર (Jamnagar) થોડે દુર ખીમલીયાની સીમમાં ઠૈબા નજીક બે ભાઈના ડુંગર નામની જગ્યા આવેલી છે. જે છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બની છે. આ જગ્યાને કરનાર વિઠ્ઠલ સવજી મુંગરાએ જીવંત બનાવી છે. વિઠ્ઠલ સવજી મુંગરા (Vitthal Savji Mungra) છેલ્લા 18 વર્ષથી આ જગ્યાને પોતાની મહેનતથી વિકસીત કરી રહ્યા છે. હાલમાં શહેરથી નજીકમાં તેમણે બે ભાઈના ડુંગરની જગ્યાને હજારો વૃક્ષોનું (trees) જતન કરીને એક રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યુ છે.

54 વર્ષીય વિઠ્ઠલ મુંગરાને નાનપણથી વૃક્ષો પ્રત્યે અનોખો લગાવ છે. તેમને વૃક્ષો વાવવાની પ્રવૃતિમાં જ નહી પરંતુ વૃક્ષોના જતનની પ્રવૃતિમાં પણ ભારે લગાવ રાખે છે. છેલ્લા 18 વર્ષથી તેમણે પોતાનુ જીવન વૃક્ષો પાછળ સમર્પિત કર્યુ છે. વર્ષ 2004માં તેમણે બીમારીના કારણે મોતને ખૂબ જ નજીકથી જોયુ છે. જેથી મોતના મુખમાંથી પરત આવતા પોતાનુ બીજુ જીવન તેમણે વૃક્ષો માટે સમર્પિત કર્યુ. તેમને અલ્સરની બીમારી થઈ હતી. ત્યારે તબીબોએ પણ તેમની બીમારીમાંથી બહાર આવવાની શકયતા નહીવત ગણાવી હતી. સાથે બીમારીના કારણે કામમાં પુરતો સમય ના આપી શકતા આર્થિક સંકળામણ પણ વધી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પર્યાવરણ વચ્ચે રહેવાથી નવજીવન મળ્યુ

બીમારી પછી તેઓ પર્યાવરણની ખુલ્લી હવામાં વધુ સમય પસાર કરવા માટે ઠૈબા નજીક આવેલા બે ભાઈના ડુંગરના નામથી જાણીતી જગ્યાએ આવ્યા હતા. ત્યાં તેમના કુળદેવી ખોડીયાર માતાનુ મંદિર છે. મંદિરમાં ઘણા દિવસો સુધી તેમણે સમય વિતાવ્યો હતો. બાદમાં મંદિર આસપાસ જંગલ જેવુ હોવાથી તેની સાફ સફાઈ કરી હતી. સાથે જ થોડા વૃક્ષોને વાવીને તેનો ઉછેર કર્યો હતો. જે પછી પર્યાવરણ વચ્ચે રહેવાથી તેઓ બીમારીથી મુકત થયા હતા અને સ્વસ્થ થતા પોતાનુ જીવન વૃક્ષો માટે સમર્પિત કરવાનું શરુ કર્યુ.

વિઠ્ઠલ મુંગરા બ્રાસની ભઠ્ઠીમાં કામ કરતા હતા, ત્યારે સ્થાનિક કોર્પોરેટરે તેમને 200 વૃક્ષના પાંજરા આપ્યા હતા. જે પાંજરાનો યોગ્ય ઉપયોગ કરીને 200 વૃક્ષોનુ વાવેતર અને વિઠ્ઠલ મુંગરાએ તેનુ જતન કર્યુ. બાદમાં ડુંગર પર આસપાસની આશરે 2 કિમીની ત્રિજયામાં તેમણે વૃક્ષોનુ વાવેતર કર્યુ. હાલમાં પણ વિઠ્ઠલ મુંગરાનો સુર્યોદય અને સુર્યાસ્ત ડુંગર પર જ થતો હોય છે. છેલ્લા 12 વર્ષથી તેમના પુત્રએ તેમના કામની જવાબદારી સંભાળતા પોતે હવે કામમાંથી નિવૃતિ લઈને પર્યાવરણ માટે સેવા કરે છે.

18 વર્ષમાં 21 હજાર વૃક્ષોનો ઉછેર કર્યો

વિઠ્ઠલ મુંગરાએ કુલ 25 હજાર વૃક્ષોના ઉછેરનો સંકલ્પ કર્યો છે. જે પૈકી છેલ્લા 18 વર્ષમાં 21 હજાર વૃક્ષોનો ઉછેર કર્યો છે. જેમાંથી 16 હજાર જેટલા વૃક્ષો તો માત્ર બે ભાઈના ડુંગરની જગ્યાની આસપાસ છે. વનવિભાગ અને સેવાકીય સંસ્થા દ્વારા છોડ મળે છે. તો અનેક દાતાઓ દ્વારા મળેલા દાનથી આ વૃક્ષોના ઉછેર કરીને પર્યાવરણની તે સેવા કરી રહ્યા છે.

ડુંગર તથા આસપાસના વિસ્તારમાં વૃક્ષોનો ઉછેર કરવામાં તેમને અનેક પડકારો મળ્યા હતા. વિઠ્ઠલ મુંગરાએ વૃક્ષોના જતન માટે 33 વખત બોર માટેની માગણી કરતી કાર્યવાહી કરી હતી. ત્યારે માત્ર 3 બોર મળ્યા હતા. જેમાંથી ટપક સિંચાઈ પધ્ધતિથી નળી અને ફુવારા લગાવીને વૃક્ષોને સમયસર પુરતુ પાણી આપવામાં આવે છે. પથ્થરવાળી જગ્યાએ પણ દૈનિક કલાકોની વર્ષો સુધી મહેતન કરીને વૃક્ષોના વાવેતર પછી પણ તેની માવજત કરીને વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો.

અનેક જાતના વૃક્ષોનું વાવેતર કર્યુ

આંબલી, લીમડો, દાડમ, પીપળો, કરજ, સીતાફળ, જામફળ, સહીતના વિવિધ પ્રકારના વૃક્ષોનુ વાવતેર કર્યુ છે. તેની આ સેવાકીય પ્રવૃતિ માટે અનેક સંસ્થાઓ દ્વારા તેમને સન્માનિત કરીને સન્માનપત્ર આપવામાં આવ્યા છે. તેમના મહેનતથી 16 હજાર વૃક્ષોથી આ ડુંગરની આસપાસ લીલી ચાદર છવાયેલ હોવાથી તે રમણીય દેખાય છે. જે દુરથી અને નજીક જોવા લોકોને ગમે છે. તેથી અંહી રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. બે ભાઈના ડુંગર પર મેરખેશ્વર મહાદેવનુ મંદિર છે, ત્યાં સંતો, ઋષિમુનિઓ, દેવી-દેવતાઓની 108 નાની મુર્તિઓ છે. ખોડીયાર માતાજીનુ મંદિર છે. સાથે અનેક ધાર્મિક સ્થાનો, તેમનુ રમણિય નજારો અને શહેરથી નજીક હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અંહી આવતા હોય છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">