Jamnagar : આશરે 500 વર્ષ પ્રાચીન મંદિર સપડામાં જમણી સુંઢવાળા સિધ્ધી વિનાયક

સપડાના ગણપતિમાં માત્ર ખેડુતોની મનોકામના ગણેશજી પુર્ણ કરે તેવુ નથી. માન્યતા છે કે અહી ગણપતિબાપાની સાથે તેમનો મુસક પણ ભકતોની વાત સાંભળે છે,અને તેમની મનોકામના પુર્ણ કરે છે.

Jamnagar : આશરે 500 વર્ષ પ્રાચીન મંદિર સપડામાં જમણી સુંઢવાળા સિધ્ધી વિનાયક
Jamnagar: Siddhi Vinayak with the right trunk in the nearly 500 year old temple Sapada
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 10, 2021 | 1:46 PM

જામનગર નજીક આવેલા સપડામાં સુપ્રસિધ્ધ સિધ્ધી વિનાયક મંદિર આવેલુ છે. જયાં રજાના દિવસોમાં તેમજ ખાસ ગણેશ ચર્તુર્થીના દિવસે મોટી સંખ્યામાં ભકતો આવે છે. અને દર્શન માત્રથી ધન્યતાની અનુભુતિ કરે છે.

જમણી સુંઢના સિધ્ધી વિનાયક

ગણેશજીના મંદિર તો અનેક છે. સામાન્ય રીતે ગણેશજીના દર્શન ડાબી સુંઢ સાથે થતા હોય,પરંતુ ખુબ ઓછા મંદિરમાં ગણેશના જમણી સુંઢવારા દર્શન થાય. જમણી સુંઢવાળા ગણેશજીને સિધ્ધી વિનાયકથી ઓળખવામાં આવે છે. જે મુખ્ય મંદિર મુંબઈનું સિધ્ધી વિનાયકનું છે. તો આવું એક સવિશેષ મંદિર જામનગરમાં આવેલું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જામનગરથી આશરે 16 કિમી દુર કાલાવડ રોડ પર સપડામાં સિધ્ધી વિનાયકનું સુપ્રસિધ્ધ અને પ્રાચીન મંદિર આવેલું છે. સામાન્ય રીતે ડાબી સુંઢના ગણેશના દર્શન થતા હોય છે. પરંતુ ખુબ ઓછા મંદિરો આવેલા છે, જયાં જમણી સુંઢવારા ગણેશજીના દર્શન થાય છે.મુંબઈમાં આવેલા સિધ્ધીવિનાયકની જેમ અહીં સપડામાં જમણી સુંઢવારા ગણેશજી જોવા મળે છે.જેના દર્શન માત્રથી મનોકામના સિધ્ધ થાય છે.

આશરે 500 વર્ષ પ્રાચીન મંદિર હોવાની માન્યતા

સપડાના ડુંગર પર સ્વભું સિધ્ધી વિનાયકની મુર્તિ અહીં બિરાજમાન છે. માન્યતા છે કે આશરે 500 વર્ષ પહેલા અહીં એક ગુર્જર સુતારના એક વ્યકિતને બાપા સપનામાં આવ્યા. અને કહ્યું કે ડુંગર નજીક આવેલી નદી. જે હાલ રૂપારેલ નદીથી ઓળખાય છે. તે નદીમાં છું. જેને કાઢીને ડુંગર પર લઈ જવા જણાવેલ. બાદમાં તેના બળદ લઈને મુર્તિ નદીમાં કાઢવામાં આવી. કહેવાય છે કે ટેકરી પર ગાડાથી બાપાની મુર્તિ સ્વભું અહી સ્થાપિત થયા છે.

અહીં સામાન્ય દિવસોમાં પણ ગણેશભકતો મોટી સંખ્યામાં આવે છે. સાથે મંગળવારે ભકતોની અહી ભીડ જામે છે. ભકતો અહીં દર્શન માત્રથી ધન્યતાની અનુભુતિ કરે છે. તો અનેક ભકતો તો અહીં નિયમિત દર્શને આવે છે. ભકતોને સિધ્ધી વિનાયક પર અપાર શ્રધ્ધા છે. અને પોતાની મનોકામના પુર્ણ થતી હોવાની આસ્થા ભકતોને છે. અહીં દર્શન માટે દોડી આવે છે.

અહીં વર્ષમાં ત્રણ મુખ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં ભાદરવી ચૌથના ગણેશ ચતુર્થીના અહીં મેળા યોજાય છે. લાખો ભકતો અહીં ગણપતિ બાપાના દર્શને આવે છે. વૈશાખ ચૌથના દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો ઉત્સવમાં જોડાય છે. તો દિવાળી બાદના પ્રથમ રવિવારે અન્નકુટના દર્શન કરવા માટે લાખો ભકતો આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના કારણે જાહેર મેળા ઉત્સવ યોજી શકયા ના હતા.

પથ્થરની માનતા કરે છે ખેડુત ભકતો

જામનગર નજીક આવેલા સપડાનું સિધ્ધી વિનાયકનુ મંદિર પ્રાચિન અને પ્રસિદ્ધ તો છે. પરંતુ મંદિર સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલા છે. અહી મંદિરમાં ખેડુતો ખેતરમાં પાકમાં ઉંદરથી રક્ષણ કરતા હોય છે. કહેવાય છેને કે આસ્થા હોય ત્યાં પથ્થરો પણ પુજાય છે. આવું કંઈક અહીં જોવા મળે છે. ખેડુતો અહીં માનતા માટે ખાસ આવતા હોય છે. માનવામાં આવે છેકે અહી ડુંગર પરના કોઈ પથ્થર લઈને તેને સીંદુર લગાવવામાં આવે, બાદ તેને ખેડુતો પોતાના ખેતરોમાં સ્થાપિત કરે છે.

ખેડુતોને આસ્થા છેકે અહીં પથ્થરોનું આસ્થા સાથે સ્થાપન કરવામાં આવે તો પાકમાં ઉંદરથી થતો નુકશાનથી બચી શકાય છે.ખેડુતો અહીં આસ્થા સાથે પથ્થરની માનતા કરે છે. અને સારો પાક થયા બાદ માનતા પુર્ણ થતા તે માનતાના પથ્થરને ફરી મંદિરમાં મુકે છે. સાથે ગણેશજીને પાંચ લાડુ અને યથાશકિત ધાનનુ દાન કરે છે. અને માનતા પુર્ણ કરતા હોય છે.અનેક મંદિરમાં શ્રધ્ધાળુઓ કોઈ નારીયળ, સાકર, સોપારી જેવી માનતા કરતા હોય છે.પરંતુ અહીં તો ખેડુતો પથ્થરની માનતા કરે છે. અને ખેડુતોને આસ્થા છે કે તે પુર્ણ પણ થાય છે.

માનતાના એકઠા થયેલા પથ્થરોથી ગણેશજીની મહાકાય પ્રતિમા બનાવવામાં આવી

વર્ષોથી અહી પથ્થરોની માનતા કરતા ખેડુતો અહી પથ્થરો મુકી જતા. ત્યારે અહી એક સમય એવો આવ્યો કે, મંદિરમાં પથ્થરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યારે આ માનતા પથ્થરોનો સંચાલકો ઉપયોગ કરવા તૈયાર કરી વિશાળકાય ગણેશજીની પ્રતિમા. અહી મંદિર વર્ષોથી ખેડુતો પથ્થરોની માનતા કરે, બાદ પથ્થરો અહી મુકી જતા હોય છે. અંદાજે દોઢ લાખથી વધુ પથ્થરો અહી જમા થયા હતા.

જે પથ્થરનો ઉપયોગ કરીને વિશાળ ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી. 33 ફુટ ઉંચી અને 20 ફુટ પહોળી ગણેશની પ્રતિમા તૈયાર કરવામાં આવી. જેને તૈયાર કરવામાં આશરે ત્રણ વર્ષનો સમય લાગ્યા. આશરે 50 લાખના ખર્ચ આ મુર્તિને ટ્રસ્ટીઓ તેમજ શ્રધ્ધાળુઓના સહયોગથી તૈયાર કરવામાં આવી. જેમાં કુલ 17 ટ્રેકટર ભરીને માનતાના પથ્થરોથી આ વિશાળ પ્રતિભા તૈયાર કરવામાં આવી. ખેડુતો પોતાની માનતા પુર્ણ થયા બાદ આસ્થાથી માનતાના પથ્થરોને પરત મુકી જાય છે.તો મોટી સંખ્યામાં એકઠા થયેલા પથ્થરોને સાચવી શકાય, અને કોઈ તેને ફેંકે કે પગમાં ન આવે તેથી મંદિરના સંચાલકો માનતાના પથ્થરોનો ઉપયોગ કરીને વિશાળ પ્રતિમા તૈયાર કરી.

ડુંગર પર આવેલા સિધ્ધી વિનાયકનુ મંદિર

સપડા નજીક આવતા દુરથી ડુંગર પર આ વિશાળકાય મુર્તિના દર્શન થાય છે.. કુદરતી સૌદર્ય વચ્ચે ડુંગર પર ટોચ પર વિશાળ ગણપતિદાદાના દર્શન દુરથી જ થાય છે. અનેક જગ્યાએ શિવજીની વિશાળ પ્રતિમાના દર્શન તો ભકતોએ કર્યા છે. પરંતુ આવી વિશાળકાય ગણેશજી પ્રતિમા ફકત સપડામાં જ જોવા મળે છે.. જેને જોવા માટે ભક્તો દુર-દુરથી આવતા હોય છે.

માન્યતા છે કે ગણેશજીના મુસક પણ સાંભળે છે ભકતોની મનોકામના

સપડાના ગણપતિમાં માત્ર ખેડુતોની મનોકામના ગણેશજી પુર્ણ કરે તેવુ નથી. માન્યતા છે કે અહી ગણપતિબાપાની સાથે તેમનો મુસક પણ ભકતોની વાત સાંભળે છે,અને તેમની મનોકામના પુર્ણ કરે છે. સપડાના ગણેશજીના દર્શન માત્રથી ભકતોની મનોકામના પુર્ણ થાય છે, પરંતુ અહી એક માન્યતા એવી છે કે અહી મુસકને કાનમાં પોતાની મનોકામના કહેવાથી તે ગણેશજી મનોકામના પુર્ણ કરે છે.

તો ભકતોની મનોકામના પુર્ણ થતા અનેક ભકતો પોતાની યથાશક્તિ મુજબ મુસકની પ્રતિમા મંદિરમાં મુકી જાય છે. ભકતો અહી ગણેશજીના દર્શન કરે છે.. અને મંદિરમાં બીરાજતા મુસકજીને પોતાની મનોકામના કાનમાં કહે છે.ભકતોને ગણેશજી પર આસ્થા છે. મુસકના કાનમાં કહેલી વાત ગણેશજી સાંભળે અને પુર્ણ પણ કરે છે.

દર વર્ષે મુર્તિનુ કદ વધતુ હોવાની માન્યતા

સપડા ગણેશ મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલ છે .તેમાની એક મુર્તિ વિશેની માન્યતા છે. કહેવાય છે..ગણેશજીની મુર્તિ દર વર્ષે ચોખાના દાણા જેટલી વધે છે. સપડામાં સિધ્ધી વિનયાકની મુર્તિ અંગે એક એવી માન્યતા છે.. જમણી સુંઢ વારા આ ગણેશજીની મુર્તિ સ્વંભુ છે. જે દર વર્ષે થોડી વધે છે.

માનવામાં આવે છે. દર વર્ષે ચોખા દાણા જેટલુ મુર્તિનુ કદ વધે છે.આ તો દૈનિક ગણેશજીના દર્શન કરવા છતા જાણી ન શકાય તે મુર્તિના કદમાં વધારો થાય છે. પરંતુ અહી વર્ષોથી વસવાટ કરતા લોકોનુ માનવુ છે કે અહી વર્ષે ચોખાના દાણા જેટલો મુર્તિના કદમા વધારો થાય છે.

સપડાનુ સિધ્ધી વિનાયક મંદિર અનેક રીતે ભકતોને આકર્ષે છે. મંદિરની સાથે અનેક માન્યતાઓ જોડાયેલ છે.. અનેક ડુંગર પર કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા મંદિર ભકિતમય વાતાવરણ પણ ભકતોની ખેંચી લાવે છે.અને ભકતોની મનોકામના પુર્ણ કરતા ગણેશજીના દર્શના માટે ભક્તો વારંવાર આસ્થાભેર દોડી આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">