જામનગરઃ હાલારમાં ડ્રગ્સ કેસમાં કાર્યવાહી અંગે વિધાનસભામાં જવાબ રજૂ કરાયો, બે વર્ષમાં 75 લોકોને ઝડપી લેવાયા, 7 હજુ પણ ફરાર

આ પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 1-12010 થી તા.31-12-2020 સુધીમાં અલગ અલગ જાતના ડ્રગ્સ જેમ કે ગાંજો (9.861)કિલોગ્રામ, ચરસ (6.732)કિલોગ્રામ પકડાયા હતા.

જામનગરઃ હાલારમાં ડ્રગ્સ કેસમાં કાર્યવાહી અંગે વિધાનસભામાં જવાબ રજૂ કરાયો, બે વર્ષમાં 75 લોકોને ઝડપી લેવાયા, 7 હજુ પણ ફરાર
File photo
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 23, 2022 | 12:38 PM

જામનગર (Jamnagar)  અને દેવભુમિદ્રારકા (Devbhumidrarka) જીલ્લામાં દરીયાકાંઠા આવેલો છે. બે જીલ્લાં છેલ્લા બે વર્ષમાં ડ્ર્ગ્સ સપ્લાઈ માટેનુ સ્થાન બન્યુ છે. તો તેને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી છે. ડ્ર્રગ્સના મુદે ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમે વિધાનસભા (Legislative Assembly) માં સવાલો કર્યો. તો સામે આવ્યુ કે બે વર્ષમાં ડ્રગ્સ (Drugs) કેસમાં કુલ 74 લોકોને ડ્રગ્સ અલગ-અલગ કેસમાં પકડી પાડેલ છે. જયારે 7 જેટલા આરોપીઓ હજુ પણ ફરાર છે. આ વિગતો ફકત ગુજરાત પોલીસ (Police) દ્રારા કરવામાં આવેલી કાર્યવાહીની છે. આ ઉપરાંત દરિયા સુરક્ષા કરતી અન્ય એજન્સી દ્રારા સૌરાષ્ટ્રના દરીયામાંથી કરોડોની કિમતનો ડ્રગ્સ વખતોવખત પકડી પાડેલ છે.

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં તા.૩૧/૧૨/૨૦૨૧ની સ્થિતિએ છેલ્લા બે વર્ષવાર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાંથી જિલ્લાવાર ગેરકાયદેસ૨ ડ્રગ્સનો કેટલો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો? તથા ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી અટકાવવા શા પગલાં લેવામાં આવ્યા? અને ઉકત સ્થિતિએ વર્ષવાર કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને કેટલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે? સહીત વિગત સાથેનો સવાલો કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પ્રશ્નો કર્યા હતા.

આ પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧/૧/૨૦૧૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં અલગ અલગ જાતના ડ્રગ્સ જેમ કે ગાંજો (૯.૮૬૧)કિલોગ્રામ, ચરસ (૬.૭૩૨)કિલોગ્રામ પકડાયા હતા. જયારે જામનગર જિલ્લામાં તા. ૧/૧/૨૦૨૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં અલગ અલગ જાતના ડ્રગ્સ જેમ કે ગાંજો (૫.૫૧૦)કિલોગ્રામ, મેકૅડોન (૨૬.૮૫)મીલીગ્રામ, ડ્રગ્સનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. /એસ.ઓ.જી. શાખાએ સખત પેટ્રોલીંગ રાખી બાતમીદારો મારફતે અને પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ/એસ.ઓ.જી. કર્મચારી દ્વારા માહિતી મેળવી આવા ગુના શોધી કાઢવા સુચના કરવામાં આવે છે અને મરીન પોલીસ સ્ટેશન દ્વારા દરિયાઈ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઈસમોને ખાનગી બાતમીદારોથી માહિતી મેળવી તેઓની પ્રવૃતિ પર નજર રાખવા સ્ટાફના માણસોને સુચના કરવામાં આવેલ છે અને જો કોઈ ડ્રગ્સનું વેચાણ કરતા કે હેરાફેરી કરવા વાળા ઈસમો મળી આવે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે. સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષવાર તા.૧/૧/૨૦૧૦ થી તા. ૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં કુલ ૩૧ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને ૧ ઈસમની ધરપકડ કરવાની બાકી છે, જયારે જામનગર જિલ્લામાં તા.૧/૧/૨૦૨૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં કુલ ૪૪ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને ૦૬ ઈસમની ધરપકડ કરવાની બાકી છે તે મુજબનો પ્રત્યુતર. ગૃહમંત્રીએ વિધાનસભામાં વિક્રમભાઈ માડમ – દ્વારા ડ્રગ્સને લગતા પુછેલા પ્રશ્નોના સંબંધમાં આપેલ છે.

આ પણ વાંચોઃ Bhavnagar: જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પાલિતાણા તાલુકાની શાળાના બાળકોનો ડંકો, ચેકડેમમાં પ્રેક્ટિસ કરી જિલ્લા કક્ષાની સ્પર્ધા જીતી

આ પણ વાંચોઃ સાઉથ વેસ્ટર્ન રેલવેમાં નોન ઈન્ટરલોકિંગ કામગિરીના લીધે રાજકોટ ડિવિઝનની ત્રણ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">