Jamnagar : છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળા છોડી, સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની સંખ્યા વધી

Jamnagar :  જામનગરમાં છેલ્લા બે વર્ષથી ખાનગી શાળા છોડીને સરકારી શાળા (Government school)માં પ્રવેશ મેળવનાર વિધાર્થી (Student)ઓની સંખ્યા વધી છે. ગત વર્ષે જામનગર જિલ્લામાં 1,400થી વધુ વિદ્યાર્થી (Student)ઓએ ખાનગી શાળા (Private school)ને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

Jamnagar : છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળા છોડી, સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની સંખ્યા વધી
Jamnagar Over the last two years, the number of students leaving private schools and getting admission in government schools has increased
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 06, 2021 | 3:18 PM

Jamnagar :  જામનગરમાં છેલ્લા બે વર્ષથી ખાનગી શાળા છોડીને સરકારી શાળા (Government school)માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી (Student)ઓની સંખ્યા વધી છે. કોરોના કારણે શિક્ષણ પર અસર થઈ છે. હાલ માત્ર ઓનલાઈન શિક્ષણ (Online education)ચાલુ હોવાથી અનેક વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યા છે.

કોરોનાની અસર દરેક ક્ષેત્રેને થઈ છે. જેમાંથી શિક્ષણ વિભાગ (Education Department) પણ બાકાત નથી. હજુ પણ શૈક્ષણિક સંસ્થા પર કેટલાક પ્રતિબંધ છે. જેના કારણે શિક્ષણ માત્ર ઓનલાઈન કાર્યરત છે. ઓનલાઈન શિક્ષણ (Online education)હોવા છતાં ખાનગી શાળાઓ દ્વારા તગડી ફીની વસુલાત કરવામાં આવે છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ ખાનગી શાળાને છોડીને સરકારી શાળા (Government school)માં પ્રવેશ મેળવે છે. જામનગર (Jamnagar ) જિલ્લામાં 6 તાલુકામાંથી કુલ 1,676 જેટલા વિદ્યાર્થી (Student)ઓ ખાનગી શાળા (Private school)ને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

આંકડા પર નજર કરીએ તો જામનગર (Jamnagar) જિલ્લાના કુલ 6 તાલુકા ધોરણ 1થી 8 સુધીમાં 1,676 જેટલા વાલીઓ પોતાના બાળકોના એડમિશન ખાનગી શાળા (Private schoolછોડીને સરકારી શાળામાં મેળવ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ધ્રોલ તાલુકામાં 124 વિદ્યાર્થી

જામજોધપુર તાલુકાના 162 વિદ્યાર્થી

જામનગર તાલુકાના 908 વિદ્યાર્થી

જોડીયા તાલુકાના 62 વિદ્યાર્થી

કાલાવડ તાલુકાના 133 વિદ્યાર્થી અને

લાલપુર તાલુકાના 287 વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

ખાનગી શાળા (Private school)છોડવાના કેટલાક કારણ પર નજર કરીએ તો હાલ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે, તેમ છતાં ખાનગી શાળાઓ દ્વારા તગડી ફી વલુસવામાં આવતી હોય છે. જે દરેક વાલી માટે ભરવી શકય ના હોય. તેમજ કોરોના અને લોકડાઉનના કારણે વેપાર-ધંધાને અસર થઈ છે. તો કેટલાક નોકરીયાતની નોકરી છુટી જતા બેરોજગાર બન્યા છે. તેવી સ્થિતીમાં ખાનગી શાળાઓની તગડી ફી ભરવી શકય ના હોવાથી વાલીઓ દ્વારા ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં બાળકોને પ્રવેશ લેવાનો નિર્ણય કર્યો.

ગત વર્ષે જામનગર જિલ્લામાં 1,400થી વધુ વિદ્યાર્થી (Student)ઓએ ખાનગી શાળા (Private school)ને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ વખતે આ સંખ્યા વધીને 1,676 થઈ છે.કોરોના કારણે એક તરફ વેપાર-ધંધાને અસરથી વાલીઓની આર્થિક સ્થિતી નબળી બની હોય. તેવી સ્થિતીમાં ખાનગી શાળાની તગડી ફી ભરવા કરતા અનેક વાલીઓ સરકારી શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">