જામનગરઃ સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ મામલો, રાજય સરકારને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની નોટીસ

જામનગર-જોડીયા હાઈવે પર જામનગરથી અંદાજીત 25 દુર આવેલા સચાણા બંદર પર શીપ બ્રેકીંગ યાર્ડ 1977માં શીપબેક્રીંગ યાર્ડ શરૂ થયું હતું. જે બાદ એપ્રીલ 2012માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા યાર્ડના 18 જેટલા પ્લોટ હોસ્લડરોને તેઓની ધંધાકીય પ્રવૃતિ બંધ કરવા માટે જાણ કરી હતી.

જામનગરઃ સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ મામલો, રાજય સરકારને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની નોટીસ
Jamnagar: National Green Tribunal issues notice to state government in Sachana Shipbreaking Yard case
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 11, 2022 | 1:47 PM

જામનગર (JAMNAGAR) નજીક આવેલુ સચાણામાં અગાઉ શીપ બ્રેકીંગ યાર્ડ (Ship breaking yard)કાર્યરત હતુ. જે વર્ષ 2012થી બંધ થયેલું હતું. જેને ફરી રાજય સરકારે પુનઃશરૂ કરવાની જાહેરાત કરી હતી. શીપ બ્રેકીંગ યાર્ડ શરૂ કરવા મુદે પર્યાવરણ પ્રેમીઓ કાયદાકીય લડતના મંડાણ કર્યા છે. જે મામલો ગ્રીન ટ્રીબ્યુનલમાં જતા રાજય સરકાર  (Gujarat Government)નોટીસ (Notice) આપી, સાથે લગત વિભાગો પાસેથી સોગંદનામા મંગાવ્યા છે.

સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ શરૂ થાય તે પહેલા જ ચાર દાયકાથી પર્યાવરણ માટે પર્યાવરણવિદ્ સુરેશભાઈ ભટ્ટે પુનાની ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કર્યો છે. જે કેસમાં ગુજરાત સરકાર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, વનવિભાગ, રેવન્યુ અને પોર્ટ એન્ટ ટ્રાન્સપોર્ટ વિભાગ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સેટમેન્ટ કચેરી જુનાગઢ, જામનગર કલેકટરને જોડતો કેસ દાખલ કર્યો હતો.

જામનગર-જોડીયા હાઈવે પર જામનગરથી અંદાજીત 25 દુર આવેલા સચાણા બંદર પર શીપ બ્રેકીંગ યાર્ડ 1977માં શીપબેક્રીંગ યાર્ડ શરૂ થયું હતું. જે બાદ એપ્રીલ 2012માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા યાર્ડના 18 જેટલા પ્લોટ હોસ્લડરોને તેઓની ધંધાકીય પ્રવૃતિ બંધ કરવા માટે જાણ કરી હતી. જે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. બાદ 2020માં સરકાર દ્રારા સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને ફરી કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ મામલે પર્યાવરણ પ્રેમીએ પર્યાવરણના મુદે પુના સ્થિત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ કર્યો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

જેમાં નેશનન મરીન પાર્ક આવેલ છે. જયાં અનેક દરીયાઈ જીવ સૃષ્ટી વરવાટ કરે છે. તેમજ ખીજડીયા પક્ષી અભ્યાયણ નજીક આવેલ છે. શીપ બ્રેકીંગ યાર્ડના કારણે નુકશાન થવાની શકયાત દર્શાવી છે. પર્યાવરણના કાયદાના પાલન અંગે વિવિધ મુદાઓ ટ્રીબ્યુનલ સમક્ષ રજુ કર્યા હતા. જેના પરથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે વાસ્તવિક સ્થિતિનો ચિતાર રજુ કરવા નિર્દેશો કર્યા છે. તેમજ લગત વિભાગને સોગંદનામા રજુ કરવા માટે નિર્દેશન કર્યો છે.

ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા આ કેસના મામલે રાજયના બંદર-ટ્રાન્સપોર્ટ વિભાગના અધિક સચિવ, જીએમબીના ચેરમેન, વન વિભાગના પ્રિન્સીપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવને નોટીસ પાઠવીને છ અઠવાડીયામાં સોગંદનામુ રજુ કરવા તેમજ જે તે અધિકારીઓ અથવા તેઓના પ્રતિનિધીઓને ટ્રીબ્યુનલ સમક્ષ ઉપસ્થિત થવા સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : મહેસાણા APMC ની આજે ચૂંટણી, 10 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાને

આ પણ વાંચો : Surat: પુણા વિસ્તારમાં તમંચો બતાવી થયેલી લૂંટ મામલે પોલીસની કાર્યવાહી, 5 આરોપીને મુંબઇથી ઝડપી પાડ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">