મહાનગરપાલિકાની શાળા જર્જરીત હાલતમાં, ચોમાસા પહેલા રીપેરીંગ કરવાની માંગ

મહાનગરપાલિકાની શાળા જર્જરીત હાલતમાં, ચોમાસા પહેલા રીપેરીંગ કરવાની માંગ
જામનગરમાં મહાનગર પાલિકાની શાળા જર્જરીત હાલતમાં

શાળામાં રીપેરીંગ તથા મરામત કરવાની માંગ શિક્ષણ સમિતિના સભ્ય આનંદ ગોહિલ (Anand Gohil) દ્રારા શિક્ષણ સમિતિને પત્ર લખીને કરવામાં આવી છે અને ચોમાસા (monsoon) પહેલા કામગીરી ના થાય તો સમિતીની કચેરી સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Divyesh Vayeda

| Edited By: Nidhi Bhatt

May 08, 2022 | 12:10 PM

જામનગર શહેર (Jamnagar Latest News) ના નવાગામ-સ્વામીનારાયણ વિસ્તારમાં મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળા નંબર 42 આવેલી છે. જે હાલ જર્જરીત હાલતમાં છે. તો ચોમાસામાં વરસાદી પાણી ભરાતા અનેક મુશ્કેલીઓ થતી હોય છે. જે અંગે શિક્ષણ સમિતિના સભ્ય દ્રારા શાળાની મુલાકાત લઈને સમિતીને પત્ર લઈને રીપેરીંગ સમયસર કરવા લેખીત માંગ કરી છે.

જામનગર શહેરમાં આવેલ ભીમવાસના જુના રેલ્વે સ્ટેશન પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 42 સંત રોહિદાસ વિદ્યાલયની હાલત ખુબ જ જર્જરીત હોય, આ શાળાના મરામતની ખાસ જરૂર છે. આ શાળામાં વ૨સાદી પાણીના નિકાલ વ્યવસ્થા ક૨વા ખુબ જ જરૂરી છે. કારણ કે, ચોમાસું નજીક હોય વ૨સાદના પાણીના નિકાલની કંઈ વ્યવસ્થા ન હોવાથી રોડથી સ્કુલનું લેવલ ખુબ જ નીચું હોઈ, જેથી વ૨સાદી પાણી આખી શાળામાં વર્ગખંડ- સ્કૂલ પટાગણમાં ભરાય ૨હે છે, જેના કારણે બાળકો ભણી શકતાં નથી, તેમજ સ્કુલમાં ચારે તરફે પ્રાર્થનાખંડ અને ક્લાસરૂમમાં  ઉ૫૨થી પોપડા પડે છે.

બાળકો ટોયલેટ પણ જઈ શકતા નથી કારણકે તેની હાલત પણ જર્જરીત છે, તેમજ વર્ગખંડમાં લાદી નીકળી ગયેલ છે. આખી સ્કુલ જર્જરીત હાલમાં હોય તાત્કાલિક રીપેરીંગ કરવું જરૂરી છે. સ્કુલ છતમાંથી પોપડા પડે છે. સળીયા દેખાય છે. ગમે ત્યારે અકસ્માત થવાની શકયતા છે. સ્કુલનાં અંદર આવેલ આંગળવાડી મધ્યાહન ભોજન ખંડની હાલત ખુબ જ ખરાબ છે. વ૨સાદમાં તમામ સામાન બગડી જાય છે. તેની જાળવણી માટે બીજી કોઈ વ્યવસ્થા નથી.

શાળાનું સમારકામ ચોમાસા પહેલા થાય તેવી રજુઆત

વિશેષમાં શાળા બિલ્ડીંગના બારી દ૨વાજા રીપેર કરાવવા શાળાનું રંગરોગાન કરાવવું. કમ્પાઉન્ડ વોલનું રીપેરીંગ અને ફેન્સીંગ ક૨વું. શાળા મેદાનમાં બ્લોક નાખવા,  વગેરે કાર્યવાહી કરવા આ બાબતે અવાર-નવાર શાળા તરફથી પણ લેખિત ૨જુઆતો ક૨વામાં આવેલ પરંતુ આ હાલ સુધી કામગીરી કરવામાં આવેલ નથી. શાળામાં રીપેરીંગ તથા મરામત કરવાની માંગ શિક્ષણ સમિતિના સભ્ય આનંદ ગોહિલ દ્રારા શિક્ષણ સમિતિને પત્ર લખીને કરવામાં આવી છે. આ સાથે ચોમાસા પહેલા કામગીરી ના થાય તો સમિતીની કચેરી સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

જેને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્રારા સભ્યની રજુઆત મળતા આ અંગે સિવિલ વિભાગને લેખીત જાણ કરીને રીપેરીંગ કરવાની સુચના આપેલ છે. હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળામાં રીપેરીંગ કામગીરી ચાલે છે. શાળા નંબર 42માં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી સમિતિના ચેરમેન મનિષ કનખરા દ્રારા આપવામાં આવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati