Jamnagar : કોર્પોરેશને બાકી વેરાની વસૂલાત માટે જાહેર કરી વ્યાજ રાહત યોજના, જાણો વિગતે

જામનગર કોર્પોરેશને મિલ્કતોનો 2006 થી અમલમાં આવેલ, ક્ષેત્રફળ આઘારીત પ્રોપર્ટી ટેકસની બાકી રહેલી મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમમાં એકીસાથે 100 ટકા બાકી રકમ ભરપાઇ કરે તેવા મિલ્કતધારકોને 9 ટકા ને બદલે 13. 5 ટકા વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ છે

Jamnagar : કોર્પોરેશને બાકી વેરાની વસૂલાત માટે જાહેર કરી વ્યાજ રાહત યોજના, જાણો વિગતે
Jamnagar Corporation (File Image)
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 10, 2022 | 11:55 AM

જામનગર(Jamnagar)  મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠકમાં થયેલ બજેટ ચર્ચા અન્વયે લેવામાં આવેલ નિર્ણય અનુસાર મિલ્કતોનો 2006 થી અમલમાં આવેલ ક્ષેત્રફળ આઘારીત પ્રોપર્ટી ટેકસની(Property Tax)  બાકી રહેલી મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમમાં એકીસાથે 100 ટકા બાકી રકમ ભરપાઇ કરે તેવા મિલ્કતધારકોને 9 ટકા ને બદલે 13. 5 ટકા વ્યાજ રાહત યોજના(Interest Relief Scheme)  જાહેર કરવામાં આવેલ છે, જેથી અસરકારક વ્યાજ 18 ટકા  ને બદલે માત્ર 4.5 ટકા ભરવાનું રહેશે. વધુમાં આ યોજના અંતર્ગત નિયમોનુસારની આજદિન સુધીની બાકી રોકાતી વ્યવસાય વેરાની સંપૂર્ણ રકમ ભરપાઇ કર્યેથી મિલ્કત વેરા તથા વોટરચાર્જની માફક વ્યવસાય વેરામાં પણ ઉકત વિગતે બાકી રકમ ઉપર નિયમાનુસાર વસુલવામાં આવતા 18 ટકા લેખે સાદા વ્યાજને બદલે 4. 5 ટકા લેખે વ્યાજની ગણતરી કરી 13.5 લેખે વ્યાજમાફી આપવામાં આવશે.

ઉપરોકત ‘વ્યાજ રાહત યોજનાની મુદત 5 ફેબ્રુઆરી 2022 થી 31 માર્ચ 2022 સુધી જ અમલમાં રહેશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 ના વાર્ષિક મિલ્કત વેરા / વોટરચાર્જનાં બીલો ડોર ટુ-ડોર બજવણીની કામગીરી ચાલુ છે. જે કરદાતાઓને બીલ ન મળેલ હોય તેઓ જુના બીલનો કોઇપણ આઘાર સાથે રાખવાથી બીલની રકમ ભરપાઇ કરી શકશે તેમજ જામનગર મહાનગરપાલિકાની વેબસાઇ પરથી પણ બીલ ડાઉનલોડ કરી શકશે.

મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકાનાં (1) મુખ્ય કેશ કલેકશન વિભાગ ( 2) સરૂ સેકશન / રણજીતનગર / ગુલાબનગર સીટી સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરી શકાશે. તેમજ જામનગર શહેરની એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર કો-ઓપરેટીવ બેંક, આઇ.ડી.બી.આઇ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં પણ ભરપાઇ કરી શકાશે. તદઉપરાંત, મોબાઇલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પરથી પણ પોતાનો વેરો ઓનલાઇન ભરપાઇ કરી શકાશે. ઓનલાઇન ટેકસ ભરનારને 2 ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

આ પણ વાંચો : Ahmedabad : રિવરફ્રન્ટ પરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને ખુલ્લુ મૂકવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : Surat : એક જ મહિનામાં 1.60 લાખથી વધુ RTPCR ટેસ્ટ, રાઉન્ડ ધ ક્લોક ફરજ પર સુરત સિવિલનો માઇક્રોબાયોલોજી વિભાગ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">