Jamnagar: કોર્પોરેશને ગેરકાયદે કનેક્શન બનાવી દીધા કાયદેસર અને સવા કરોડની કમાણી કરી, બે કરોડ હજુ બાકી

જામનગરમાં(Jamnagar) બે વર્ષ અગાઉ ભૂતિયા નળ અંગે એક સરવે કરવામાં આવ્યો હતો. તેની અસરરૂપે જામનગર મહાનગર પાલિકાની વોટરવર્કસ શાખા દ્વારા 2,000થી વધુ ગેરકાયદે નળ જોડાણને કાયદેસર કરીને સવા કરોડની આવક રળવામાં આવી હતી

Jamnagar: કોર્પોરેશને ગેરકાયદે કનેક્શન બનાવી દીધા કાયદેસર અને સવા કરોડની કમાણી કરી, બે કરોડ હજુ બાકી
Jamnagar
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 17, 2022 | 11:07 AM

(Jamnagar)જામનગરમાં બે વર્ષ અગાઉ ભૂતિયા નળ કનેક્શન અંગે એક સરવે કરવામાં આવ્યો હતો. તેની અસરરૂપે જામનગર મહાનગર પાલિકાની વોટરવર્કસ શાખા (water works)દ્વારા 2,000થી વધુ ગેરકાયદે નળ જોડાણને કાયદેસર કરીને સવા કરોડની આવક રળવામાં આવી હતી. ગેરકાયદે નળ જોડાણ લઈને બેઠેલા લોકો સામે તંત્રએ લાલ આંખ કરીને નળ જોડાણને કાયદેસર કરવા નોટીસ પાઠવી હતી. જોકે આ જોડાણ કાયદેસર કરવા દરમિયાન એવી વિગતો પણ સામે આવી હતી કે વચેટિયાઓ દ્વારા નળ જોડાણ લઇને બેઠેલા લોકોને જે-તે સમયે પહોંચ ન અપાતા તે લોકોએ મહાનગર પાલિકામાં દંડ ભરવો પડ્યો હતો.

બે વર્ષ અગાઉ જામનગરમાં ભૂતિયા નળ કનેક્શન અંગે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તે સમયે મહાનગર પાલિકાની વોટર વર્ક શાખા દ્વારા ભૂતિયા નળ કનેક્શન અંગે ઓગસ્ટ 2020માં ડોર ડુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. વોટર્સ વર્ક શાખાની 16 ટીમ દ્વારા બે મહિના સુધી 68,000 મકાનોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 21,516 જેટલા ભૂતિયા કનેક્શનની માહિતી મળી હતી. આ તમામને નોટિસ પાઠવીને નળના જોડાણ કાયદેસર કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સરવેમાં વિગતો સામે આવી હતી કે શહેરમાં કેટલાક લોકોએ નળ કનેકશનનો ચાર્જ ભર્યા વિના જ કનેકશન મેળવ્યું હતુ. તો કેટલાક લોકો બીજાના કનેક્શનમાંથી લાઇન લઇને મહાનગર પાલિકાને કિંમત ચૂકવ્યા વિના જ પાણીનો ઉપયોગ કરતા હતા. આ તમામ પાણીના જોડાણને ભૂતિયા નળ કનેક્શન ગણીને કાયદેસર કામગીરી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સાથે જ તંત્રએ આ કનેક્શનને કાયદેસર કરવા માટે એક વર્ષનો 1150 રૂપિયા વોટર ચાર્જ અને 500 રૂપિયા દંડ સાથે કુલ રૂપિયા 1650 ભરીવાની યોજના અમલમાં મૂકી હતી. આ યોજના ફેબ્રુઆરી 2021 સુધી અમલમાં હતી. આથી આ યોજના હેઠળ મહાનગર પાલિકાને સવા કરોડની આવક થઈ હતી. તો બે કરોડની ડીમાન્ડ બાકી છે.

વચેટિયાઓ દ્વારા નળ કનેક્શન મેળવનારા બે વાર દંડાયા

જોકે નળ કનેક્શનને કાયદેસર કરવા દરમિયાન મનપા જામનગરના  વિપક્ષના  નેતા આનંદ રાઠોડે આક્ષેપ કર્યો છે કે આમ કરવાને લીધે નાગરિકો બમણા દંડાયા છે. વિપક્ષે કહ્યું હતું કે મહાનગર પાલિકા દ્વારા નળ કનેક્શન માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે ત્રાહિત વ્યક્તિને નળ કનેક્શન માટે રોકડાં આપીને બેઠેલા લોકોને પૈસા જમા થયાની પહોંચ મળી નથી, આથી આવા લોકોએ બમણા પૈસા ભરવા પડ્યા છે.વિપક્ષે એમ પણ કહ્યું છે કે કોઈ એક વિસ્તારમાં મોટી સંખ્યામાં ભૂતિયા કનેક્શન મળી આવે તો વચેટીયા પાસેથી નાણાં લેવા જોઈએ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">